મોરબી શનાળા રોડ સરદાર બાગ સામે ઓમ શાંતી સ્કુલના ગ્રાઉન્ડમાં શાકભાજી વેચવા માટે થળો લગાવવાનું પુછતા મારામારી થઈ હોવાની ઘટના સામે આવી છે. જેમાં ઈસમે શાકભાજી કાપવાની છરી વડે હુમલો કરતા યુવકને ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેમજ ઈસમે યુવકને જાનથી મારી નાખવાની ધમકી આપતા સમગ્ર મામલે મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.
મળતી માહિતી અનુસાર, મોરબીના મહાવીરનગર પંચાસર ચોકડી બાયપાસ હાઈવે પર રહેતા અને ખેતી કામ કરતા રઘુભાઈ હિરાભાઈ નકુમે લાલો ઉર્ફે જુનેજ મહેબુબભાઈ પાયકને શાકભાજી વેચવા માટે લાલો ઉર્ફે જુનેજ મહેબુબભાઈ પાયક (રહે.પંચાસર રોડ મસ્જીદ સામે તા.જી.મોરબી) ને થળો લગાવવાનું પુછતા તેણે ફરીયાદી સાથે મારા મારી કરી શાકભાજી કાપવાની છરી વડે ફરીયાદીને જમણા પગની સાથળ પાછળ એક ઘા મારી લોહિ નિકાળી ઈજા પહોંચાડી ઢીંકા પાટુનો માર મારી મુંઢ ઈજા પહોંચાડવામાં આવી હતી. જ્યારે અકરમભાઈ અને સિકંદર ઉર્ફે સિકલા ( રહે.મોરબી)એ ગાળો ભાંડી હતી. તેમજ આરોપીએ ફરિયાદીને જાનથી મારી નાંખવાની ધમકી આપતા સમગ્ર મામલે મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.