મોરબીમાં વધુ એક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં રિવર્સમાં આવતી કારની ધડાકાભેર વીજપોલ સાથે ટક્કર થતા વીજપોલ ધરાશાયી થયો હતો. જેના કારણે જીવતા વાયર રોડ પર પાડતા સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. તેમજ પીજીવિસીએલ તંત્ર દ્વારા તાકીદે કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, મોરબીનાં શનાળા રોડ ઉપર સરદાર બાગની બાજુમાં અને ઓમ શાંતિ ચોક પાસે એક કારના ચાલકે કાર રિવર્સ લેતા કાર ધડાકાભેર પાછળ રહેલ વીજપોલ સાથે અથડાઈ હતી. જેના કારણે વીજપોલ ધરાશાયી થયો હતો. તેમજ વીજપોલ ધરાશાયી થતા જીવતા વીજ વાયરો જમીન પર પડ્યા હતા જેના કારણે વિજશોકનું જોખમ સર્જાયું હતું. જો કે, કોઈ જાનહાની થઈ નથી. તેમજ નીચે પડેલી વીજ લાઇન ચાલુ હોવાથી તંત્ર એ તાત્કાલિક વીજલાઇન શરૂ કરવા માટે કવાયત હાથ ધરી છે.