મોરબી રાષ્ટ્ર કે હિતમેં શિક્ષા, શિક્ષા કે હિત શિક્ષક,શિક્ષક હિતમેં સમાજના ધ્યેયસૂત્ર સાથે કામ કરતું અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ જે હમેંશા રાષ્ટ્ર હિત સર્વોપરી સાથે કામ કરે છે,શૈક્ષિક મહાસંઘના તમામ કાર્યકર્તાઓ પોતાની ફરજ સાથે ચૂંટણીની પ્રત્યક્ષ કામગીરી હોય કે બીએલઓ તરીકેની મતદારોના નામ કમી કરવા,નવા એડ કરવા, શિફ્ટટિંગ કરવા ડોર ટુ ડોર રાષ્ટ્રીય મતદાર સર્વે માટેની કામગીરી હોય ક્યારેય પાછી પાની નથી કરતા સરકારશ્રી વહીવટી તંત્ર દ્વારા જે પણ કામગીરી સોંપવામાં આવે તે પુરેપુરા ખંતથી અને નિષ્ઠાપૂર્વક કરે છે એ અન્વયે મોરબીના તાલુકાના અધ્યક્ષ સંદીપભાઈ લોરીયાએ બી.એલ.ઓ.તરીકે એમના બુથમાં ૧૪૫૬ જેટલા મતદારો આવતા હોય,હાલ ડોર ટુ ડોર કામગીરીમાં ૧૫૧ જેટલા ફોર્મ નંબર ૬,૭ અને ૮ ભરીને ઓનલાઈન કરેલ છે એવી જ રીતે ગત એપ્રિલ માસમાં ૪૫૦ જેટલા ફોર્મ ભરીને ૧૦૦% કામગીરી કરવા બદલ ૭૭ માં સ્વતંત્ર્ય દિન પર્વે કલેકટર જી.ટી.પંડ્યાએ સંદીપભાઈ લોરીયાનું સન્માન કરેલ છે.ત્યારે બેસ્ટ બી.એલ.ઓ. તરીકે સન્માન પ્રાપ્ત કરવા બદલ એમના મિત્ર મંડળ અને શિક્ષકો તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.