Wednesday, November 20, 2024
HomeGujaratમોરબી સબ રજિસ્ટ્રાર કચેરીના ઓપરેટરોની બદલીના વિરોધમાં રેવન્યુ એડવોકેટ્સએ કામગીરીથી અળગા રહી...

મોરબી સબ રજિસ્ટ્રાર કચેરીના ઓપરેટરોની બદલીના વિરોધમાં રેવન્યુ એડવોકેટ્સએ કામગીરીથી અળગા રહી આવેદન પાઠવ્યું

મોરબી સબ રજિસ્ટ્રાર કચેરીના બે કોમ્પ્યુટર ઓપરેટરોની મોરબીથી હળવદ સબ રજિસ્ટ્રાર કચેરીમાં બદલી કરવામાં આવી હતી. જેના વિરોધમાં આજ રોજ રેવન્યુ બાર એસોસિએશન-મોરબી દ્વારા મોરબીના નોંધણી નીરીક્ષકને આવેદન પાઠવી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.

- Advertisement -
- Advertisement -

રેવન્યુ બાર એસોસિએશન-મોરબી દ્વારા પાઠવેલ આવેદનમાં જણાવવામાં આવ્યું હતું, મોરબી સબ રજિસ્ટ્રાર ક્ચેરીમાં ગુજરાત ઈન્ફોટેક લિ. દ્વારા જે કોમ્પ્યુટર ઓપરેટર પ્રોવાઈડ આઉટસોર્સ નીતી હેઠળ ફાળવવામાં આવે છે. તે ઓપરેટર કરનરાજ બી. ત્રિવેદી અને જયરાજસિંહ વી. ઝાલાની અચાનક મોરબી કચેરીમાંથી હળવદ ક્ચેરીમાં બદલી ક૨વામાં આવી છે. જેના વિરોધમાં રેવન્યુ બા૨ના વકીલો દ્વારા વિરોધ નોંધાવતા જણાવવામાં આવ્યું હતું કે, બંને ઓપરેટરો આ સબ રજિસ્ટ્રાર કચે૨ી–મોરબીમાં વર્ષોથી કાર્યરત છે અને તેઓ દ્વારા કરવામાં આવતી કામગીરી સીધી વકીલો અને દસ્તાવેજ નોંધણી કરાવવા આવતા પક્ષકારો સાથે સંકળાયેલ હોય આજદિન સુધી વકીલોને કે પક્ષકારોને આ બંને ઓપરેટરની કામગીરીથી કોઈ અસંતોષ થયેલ નથી. અમારી પ્રત્યક્ષ જાણ મુજબ આ બંને ઓપરેટરો તેમની કામગીરીમાં કુશળ અને ઝડપી છે અને જયારે જયારે પણ કચેરીમાં દસ્તાવેજ નોંધણીનું ભારણ વધેલ છે ત્યારે ત્યારે આ બંને ઓપરેટરોએ તેમની ફ૨જ યોગ્ય રીતે બજાવેલ છે અને તેના પ્રત્યક્ષ સાક્ષી વકીલો રહ્યા છે.

રેવન્યુ બાર એસોસિએશન-મોરબીના વકીલો દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું હતું કે, વકીલોને માહિતી મુજબ આ બંને ઓપરેટરોને ગુજરાત ઈન્ફોટેક લિ. દ્વારા માસિક રૂ.૬,૦૦|– જેવો મામુલી પગાર ચુકવવામાં આવે છે. આ બંને ઓપરેટરોનું રહેઠાણ મો૨બી છે અને આટલા નાના પગારમાં મોરબીથી હળવદ અપડાઉન કરવામાં જ રોજના રૂા.૧૦૦ જેવી રકમ પેટ્રોલના ખર્ચ કે વાહનના ભાડામાં જાય તો માસિક રૂા.૩૦૦૦/– જેવી રકમ જતી રહે તો આ ઓપરેટરો તેમનો અને તેમના કુટુંબનો નિર્વાહ કેવી રીતે કરી શકે? તે દૃષ્ટિએ પણ તેઓની બદલી કુદરતી ન્યાયના સિધ્ધાંતની વિરૂધ્ધ છે. જે અન્યાયી બદલી રદ થવી જોઈએ. સબ જિલ્લા કચેરીમાં ઓપરેટર પ્રોવાઈડ કરતી કંપનીએ આ કોઈ બાબત વિચાર્યા વગર આવો ગેરન્યાયી નિર્ણય કરીને આ બંને ઓપરેટરોને બદલેલ છે. તે બદલી રદ થવી જોઈએ અને મોરબી કચેરીમાં જ આ બંને ઓપરેટરની કામગીરી રાખવી જોઈએ. તેવી રેવન્યુ બાર એસોસિએશન-મોરબી દ્વારા માંગણી કરવામાં આવી છે. કારણ કે જો બિનકાર્યક્ષમ અને બીજા તાલુકામાંથી ઓપરેટરો મુકવામાં આવશે. તો તેઓ સમયસર હાજર નહી રહે અને ઝડપથી કામ નહી કરે તો તેનાથી વકીલો અને પક્ષકારોની જ મુશ્કેલીમાં વધા૨ો થવાનો છે. તેમ રેવન્યુ બાર એસોસિએશન-મોરબી દ્વારા મોરબીના નોંધણી નીરીક્ષકને પાઠવેલ આવેદનમાં જણાવવામાં આવ્યું હતું.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!