મોરબી રેવન્યુ બાર એસોસિએશનને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. મોરબી રેવન્યુ બાર એસોસિએશનના પ્રમુખ, ઉપપ્રમુખ અને પાંચ જેટલા સભ્યોએ એક બાદ રાજીનામાં આપી દેતા અનેક તર્ક વિતર્ક સર્જાયા છે. ઉલ્લેખનીય છે કે, આજે આજે સબ રજીસ્ટ્રાર કચેરીમાં ઓપરેટરોની બદલી રદ કરવા આવેદન આપ્યા બાદ કામગીરીથી અળગા રહી વિરોધ નોંધાવવામાં આવી રહ્યો હતો. જેનાથી અમુક સભ્યો સહમતી ન રહેતા આંતરિક વિખવાદ રાજીનામાનું કારણભૂત હોવાનું હાલ ચર્ચાઈ રહ્યું છે.
મળતી માહિતી અનુસાર, આજે સબ રજીસ્ટ્રાર કચેરીમાં ઓપરેટરોની બદલી રદ કરવા બાર એસોસિયેશન દ્વારા મોરબી નોંધણી નીરીક્ષકને આવેદન પાઠવી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. અને કામગીરીથી અળગા રહેવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. પરંતુ રેવન્યુ બાર એસસિયેશનના અમુક સભ્યોએ પોતાનુ દસ્તાવેજ રજુ કરવાનું કામ ચાલુ રાખતા હોવાના આક્ષેપ સાથે વિખવાદ શરુ થયો હતો. જે વચ્ચે મોરબી રેવન્યુ બાર એસોસીયેશનના પ્રમુખ, ઉપપ્રમુખ અને પાંચ જેટલા સભ્યોએ સાંજનાં સમયે અચાનક ધડાધડ રાજીનામા મૂકી દેતા ચકચાર મચી જવા પામી છે. જેમાં પ્રમુખ પિયુષભાઈ રવેશિયા, ઉપપ્રમુખ ભાવિનભાઈ ફેફર તેમજ પાંચ સભ્યો ગૌરવ છત્રોલા, વિપુલ પટેલ, નીશીત ઘેટિયા, જયરાજસિંહ રાઠોડ, ડી.એલ.ધરોડિયા દ્વારા રાજીનામાં આપી દેવામાં આવ્યા છે. ત્યારે આ રાજીનામાનું કારણમાં અમુક નિર્ણયમાં સભ્યોની ગણતરી ન થતી હોવાના આક્ષેપ સાથે આંતરિક વિખવાદ કારણભુત હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જોકે અમુક સભ્યો આ રાજીનામાનો અસ્વીકાર કરીને હાલના નેતૃત્વને યથાવત રાખતા જણાઈ રહ્યા છે. ત્યારે હવે નવી બોડી બનશે કે હાલની બોડી યથાવત રહેશે તે. આગામી સમયમાં જાણવા મળશે.