વાંકાનેરમાં માર્ગ અકસ્માતની વધુ એક ઘટના સામે આવી છે. જેમાં પુરપાટ ઝડપે રોંગ સાઈડમાં જતી ઈક્કો કારે બાઈકને હડફેટે લેતા બાઈક સવાર બે લોકો ઈજાગ્રસ્ત થયા છે. ત્યારે સમગ્ર મામલે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ઈક્કો કાર ચાલક વિરુધ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, વાંકાનેરમાં આવેલ એકતા સોસાયટી રાજકોટ રોડ ટેલીફોએકસચેન્જની સામે રહેતા અમાનભાઇ અકીલભાઇ ડંડીયા ગઈકાલે બપોરના સમયે પોતાનું જીજે-૩૬-એ.એચ-૦૪૫૪ નંબરનું મોટરસાઈકલ લઈ વાંકાનેર સ્વામી વીવેકાનંદના પુતળા પાસેથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે જીજે-૩૬-બી-૩૭૬૮ નંબરના ઈક્કો કારના ચાલકે પોતાની કાર પુર ઝડપે અને ગફલત ભરી રીતે રોગ સાઇડમાં ચલાવી આવી ફરિયાદીના મોટરસાઇકલની સાથે ભટકાઇ જતા ફરિયાદી તથા સાહેદને શરીરના હાથ પગ છાતી માથાના ભાગે ઇજાઓ પહોંચી હતી. જે સમગ્ર મામલે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.