ગઈકાલથી શ્રાવણ માસનો શુભારંભ થયો છે. ત્યારે શ્રાવણ માસ આવતાની સાથે જ જાણે જુગારીઓ એક્ટિવ થઈ ગયા હોય તેવું લાગી રહ્યું છે. ગઈકાલે એક જ દિવસમાં પોલીસ દ્વારા ત્રણ સ્થળોએથી ૧૦ પત્તાપ્રેમીઓ તથા ૦૧ વર્લી ફીચરનો જુગાર રમાડતા શખ્સને પકડી પાડવામાં આવ્યો હતો.
પ્રથમ દરોડામાં, મોરબી તાલુકા પોલીસની ટીમ દ્વારા બાતમીનાં આધારે મોરબી તાલુકાના મકનસરગામ સીતારામનગર શેરીમા રેઈડ કરવામાં આવી હતી અને સ્ટ્રીટ લાઇટના અજવાળે જાહેરમાંગેરકાયદેસર રીતે ગંજીપત્તાના પાના અને પૈસાવતી પૈસાની હારજીતનો તીનપત્તી રોન પોલીસનો જુગાર રમતા જીતેન્દ્રભાઇ ઇશ્વરભાઇ નારણીયા (હાલ રહે-મકનસર સીતારામનગર તા.જી.મોરબી), દિપકભાઇ કાળુભાઇ ગાપુસા (રહે-મકનસર,સીતારામનગર તા.જી.મોરબી), સુરેશભાઇ માવજીભાઇ તલસાણીયા (રહે-મકનસર,સીતારામનગર તા.જી.મોરબી મુળ રહે-નાગડકા તા.સાયલા જી.સરેન્દ્રનગર), અશોકભાઇ બાબુભાઇ ખાંભલા (રહે-મકનસર,સીતારામનગર તા.જી.મોરબી મુળગામ-મોટાત્રાડીયા તા.ધંધુકા જી.અમદાવાદ) તથા દિનેશભાઇ ગોરધનભાઇ બોપલીયા (રહે-મકનસર,સીતારામનગર,તા.જી.મોરબી) નામના શખ્સોને પકડી પાડવામાં આવ્યા હતા. અને તેમની પાસેથી રોકડા રૂ.૧૯,૩૫૦/-નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.
બીજા દરોડામાં, મોરબી તાલુકા પોલીસની ટીમ દ્વારા ઘુંટુ હરિનગર સોસાયટી હનુમાનજીના મંદિર વાળી શેરીમાં જુગારની રેઈડ કરવામાં આવી હતી. અને જાહરેમાં સ્ટ્રીટ લાઇટના અજવાળે ગંજીપતાના પાના વડે પૈસાની હારજીતનો તીન પતિનો રોન પોલીસનો જુગાર રમતા દયારામભાઇ શામજીભાઇ સોરીયા (રહે. ઘુંટુ હરિનગર તા.જી.મોરબી), નરેન્દ્રભાઇ ઉર્ફે નલો અમૃતલાલ પાટડીયા (રહે.મોરબી લખધીરવાસ આર્ય સમાજ વાળી શેરી જી.મોરબી), અજીતભાઇ મેઘજીભાઇ સોઢા (રહે.પીપળીયા ગામ રાજીવનગર તા.જી.મોરબી), ઘનશ્યામભાઇ ઉર્ફે હકાભાઇ ડાયભાઇ ગોહિલ (રહે.માથક મલવાસ તા.હળવદ જી.મોરબી) તથા રાઘવજીભાઇ ભુરાભાઇ પરેચા (રહે.ઘુંટુ હરિનગર તા.જી.મોરબી) નામના શખ્સોને રોકડ રૂ.૬૧,૧૫૦/-નાં મુદ્દામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ત્રીજા દરોડામાં, માળીયા મી. પોલીસની ટીમને ખાનગી રાહે બાતમી મળી હતી કે, માતમ ચોક માળીયા મી પાસે ખંડેર મકાનમા એક શખ્સ વરલી ફીચરના આંકડા લખી રૂપિયાની હારજીતનો નશીબ આધારિત જુગાર રમી/ રમાડી રહ્યો છે. જે હકીકતના આધારે પોલીસે સ્થળ પર રેઈડ કરી યાસીન હુશેનભાઇ મોવર (રહે-માળીયા મી મોવર શેરી દરબાર ગઢની બાજુમા તા.માળીયા મી જી.મોરબી) નામના શખ્સને વરલી ફીચરના સાહિત્ય પેન તથા ડાયરી અને રોકડા રૂપીયા-૫૧૦/-ના મુદ્દામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.