Thursday, November 28, 2024
HomeGujaratમોરબીના ઘુંટુ નજીક આવેલ પેપરમીલમાં ગ્રામજનોએ દરોડો પાડી પ્લાસ્ટીક વેસ્ટ સળગાવતા રંગેહાથ...

મોરબીના ઘુંટુ નજીક આવેલ પેપરમીલમાં ગ્રામજનોએ દરોડો પાડી પ્લાસ્ટીક વેસ્ટ સળગાવતા રંગેહાથ ઝડપી પાડયા:મોરબી જીપીસીબીની કામગીરી સામે પ્રશ્નાર્થ

મોરબીના ઘુંટુ ગામના યુવાનોએ પેપરમિલના બોઈલરમાં ગેરકાયદે પ્લાસ્ટીક વેસ્ટ સળગાવવામાં આવતું હોવાનો પર્દાફાશ કર્યો હતો.બાદમાં વિડિયો અને ફોટા સહિતના પુરાવા સાથે વિવેકાનંદ યુવા સમિતિના સભ્યો બીજા જ દિવસે ગાંધીનગર પહોંચ્યા હતા.તેમજ ગ્રામજનો દરોડો પડી શકે તો મોરબી જીપીસીબીએ અગાઉ નોટિસ આપી હતી પરંતુ છતાં પણ પર્યાવરણ ને પ્રદૂષિત કરવાની આ કામગીરી બંધ નહોતી થઈ તો શું ફકત નોટિસ આપ્યા બાદ જીપીસીબી વિભાગની જવાબદારી પૂરી થઈ જાય છે?મોરબી જીપીસીબી વિભાગ શું કરી રહ્યું છે?અનેક પ્રશ્નાર્થ

- Advertisement -
- Advertisement -

મોરબી તાલુકાના ઘૂંટુ ગામમાં છેલ્લા એકાદ વર્ષ જેટલા સમયથી રાત્રીના સમયે પ્લાસ્ટીક બળવાની એકદમ તીવ્ર વાસ આવતી હોય ગ્રામજનોના આરોગ્ય પર ખતરો ઉભો થયો છે. આ બાબતે ગામના જાગૃત લોકો દ્વારા ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડની સ્થાનિક મોરબી કચેરીના અધિકારીઓને અનેક વાર રજૂઆત કરવા છતાં કોઈ યોગ્ય પગલાં ભરવામાં આવતા નથી જેથી અંતે ઘુંટુ ગામની વિવેકાનંદ યુવા સમિતિના સભ્યોએ કેનાલ કાંઠે આવેલ રોલ્ટાસ પેપરમિલમાં તપાસ કરતા અહીં જીપીસીબીના નિયમોનો ઉલાળીયો કરીને પ્લાસ્ટીક વેસ્ટ સળગાવવામાં આવતું હોવાની ચોંકાવનારી માહિતી મળી હતી.

મોરબી તાલુકાના ઘુંટુ ગામ નજીક કેનાલ કાંઠે આવેલ રોલ્ટાસ પેપરમિલમાંથી પ્લાસ્ટીક બળવાની તીવ્ર વાસ આવતી હોય ગ્રામજનો પરેશાન થઈ ગયા છે. અનેક રજૂઆતો બાદ પણ કોઈ યોગ્ય કાર્યવાહી ન થતાં અંતે ગત તા. ૧૬ ઓગસ્ટના રોજ રાત્રીના સમયે વિવેકાનંદ યુવા સમિતિના સભ્યો આ પેપરમીલ ખાતે દોડી ગયા હતા અને ત્યાં જઈને તપાસ કરવામાં આવતા આ રોલ્ટાસ પેપરમિલ દ્વારા ગેરકાયદેસર રીતે પ્લાસ્ટીક વેસ્ટ બોઈલરમાં સળગાવવામાં આવતો હતો જેના કારણે ચીમનીમાંથી એકદમ ઘટ્ટ ધુમાડો પણ નીકળતો હતો. આ સમગ્ર ઘટનાક્રમના વિડીયો અને ફોટો યુવાનોએ પોતાના મોબાઈલમાં કેદ કરી લીધા હતા ત્યારબાદ જીપીસીબીને જાણ કરવામાં આવતા જીપીસીબીની ટીમ ત્યાં પહોંચી હતી અને માત્ર નોટીસ આપીને સંતોષ માની લીધો હતો.

આ અંગે સંતોષકારક કાર્યવાહી ન થઈ હોવાથી વિવેકાનંદ યુવા સમિતિના સભ્યોએ બીજા જ દિવસે એટલે કે ગઈકાલે ગાંધીનગરમાં ધામા નાખ્યા હતા અને ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડના ચેરમેન આર. બી. બારડ અને સભ્ય સચિવ ડી. એમ. ઠાકરને રૂબરૂ મળીને ફોટો વિડિયો અને તમામ લીટરેચર આ બંને અધિકારીઓને સોંપીને લેખિત રજૂઆત કરી હતી ત્યારબાદ ચેરમેન બારડે આ પેપરમીલ વિરૂદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવાનો અધિકારીઓને આદેશ આપ્યો હતો જેથી આ અંગે સંતોષકારક કાર્યવાહી થશે તેવી ગામના યુવાનોમાં આશા સેવાઈ રહી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!