Thursday, November 28, 2024
HomeGujaratમોરબી જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને મોરબી જિલ્લા સંકલન બેઠક યોજાઈ

મોરબી જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને મોરબી જિલ્લા સંકલન બેઠક યોજાઈ

રાજાશાહી વખતે બનેલા પાળાનું સમારકામ, સૌની યોજના હેઠળ જિલ્લામાં વધુ તળાવો સાંકળવા, નવી આંગણવાડીની કામગીરી વગેરે મુદ્દાની ચર્ચા કરાઈ

- Advertisement -
- Advertisement -

મોરબી જિલ્લા કલેકટર જી.ટી. પંડ્યાના અધ્યક્ષસ્થાને મોરબી જિલ્લા સંકલન સહ ફરિયાદ બેઠક યોજાઈ હતી.

કલેકટર કચેરીના સભાખંડ ખાતે યોજાયેલી આ બેઠકમાં જિલ્લાના કેટલાક ગામડાઓની પીવાના પાણીની સમસ્યા દુર કરવા, રસ્તા પર તેમજ શહેરી વિસ્તારના દબાણો દુર કરવા, રોડ અને પુલના સમારકામ/બાંધકામ કરવું, બંધ થયેલ રાશનકાર્ડ ફરીથી શરૂ કરવા, દરિયાઈ ખારાશ આગળ વધતી અટકાવવા રાજાશાહી વખતે બનેલા પાળાનું સમારકામ કરવું, શાળાઓમાં શિક્ષકોની ઘટ, હળવદના તળાવની સફાઈ કરવા સૌની યોજના હેઠળ જિલ્લામાં સર્વે કરી વધુ તળાવો સાંકળી લઈ ગામડાઓનું સિંચાઈ માળખું વધુ સુદ્રઢ બનાવવા, મોરબીમાં નવી ૧૮ આંગણવાડીની કામગીરીની સમીક્ષા વગેરે મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરી સમયમર્યાદામાં યોગ્ય કામગીરી કરવા સૂચના આપી હતી.

આ બેઠકમાં જિલ્લા કલેકટર સાથે જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી. જાડેજા, મોરબી-માળિયા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, વાંકાનેર-કુવાડવા ધારાસભ્ય જીતુભાઈ સોમાણી, ટંકારા-પડધરી ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, નિવાસી અધિક કલેકટર એન.કે. મુછાર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એન.એસ. ગઢવી, મોરબી પ્રાંત અધિકારી ડી.એ. ઝાલા, વાંકાનેર પ્રાંત અધિકારી એ.એચ. શિરેશિયા, હળવદ પ્રાંત અધિકારી હર્ષદીપ આચાર્ય, નાયબ જિલ્લા વિકાસ અધિકારી ઈલાબેન ગોહિલ અને ઈશિતાબેન મેર તેમજ જિલ્લા વહીવટી તંત્રના અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!