ફાયનાન્સ કંપની દ્વારા ગ્રાહકને હેરાનગતી અને મનમાની કરવામાં આવતી હોય જેના વિરુદ્ધમાં હવે મોરબી શહેર/જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા આવાજ ઉઠાવવામાં આવી છે. મોરબી શહેર/જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા રીઝર્વ બેંક ઓફ ઇન્ડીયાનાં ગવર્નરને પત્ર લખી આવી ફાયનાન્સ કંપનીઓ વિરુધ્ધ સખત નિયમો બનાવવા માંગ કરવામાં આવી છે.
મોરબી શહેર/જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા રીઝર્વ બેંક ઓફ ઇન્ડીયાનાં ગવર્નરને લખવામાં આવેલ પત્રમાં જણાવવામાં આવ્યું હતું કે, મોરબી જિલ્લો ઉદ્યોગનો જીલ્લો છે. અહીં મઘ્યમ અને મજુરોની વસ્તી વધારે છે અને પોતાની આજીવીકા માટે ફાયન્સ કંપની પાસેથી લોન દ્વારા વાહન ખરીદી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. આપના તરફથી ફાયન્સ કંપનીને લાયસન્સ આપવામાં આવેલ છે. વાહન તથા મકાનો ઉપર લોન આપવામાં આવે છે. તેમાં લોન આપે ત્યારે કહે ૪૫ હપ્તામાં ભરી આપવા અને વળી તેની મનમાની રીતે ૬૫ હપ્તા કરી નાખે છે. વ્યાજ બાબત ગ્રાહકને જાણ કરવામાં આવતી નથી તેવી પણ ફરીયાદ છે. ચેક આપ્યા પછી પણ મોડાનાખે અને પેનલટી રૂ. ૫૦૦/- લગાવે છે. અને ત્રણ હપ્તા ચડી જાય એટલે ગાડી ખેંચી જાય છે અને પંદર દિવસમાં ગાડીની હરરાજી કરીને આર.સી. બુક પણ નવી બની જાય છે, તેવું જાણવા મળેલ છે. ગાડી ગમે ત્યાં ભાડે ગઇ હોય ત્યાંથી લઇ જાય છે. માલીક પાસે ચાવી હોય તો ડુપ્લીકેટ ચાવી દ્વારા ગાડી ખેચી જાય છે. ગ્રાહકને ખોટી પેનલ્ટી લગાવે છે. તેવી જ હાલત મકાન લોનની છે. પાંચ છ લાખ બાકી હોઇ ત્યાં પચાસ લાખના મકાનને શીલ મારી આપે છે. આવી ફાઇનાન્સ કંપનીના ત્રાસથી ગ્રાહકને છોડાવવા માટે રીઝર્વ બેંકે લગામ લગાવવી જોઇએ ગ્રાહકની કમનસીબી એ છે કે આવી ફાઇનાન્સ કંપની બીજા રાજયમાં હોય છે. જેથી ગ્રાહકતો સેટલમેન્ટ કરી પૈસા ભરવા હોય તો સમય કાઢે છે ને ખોટા વ્યાજ લેવામાં આવે છે. ગ્રાહકને એ જાણવું છે કે આવી ફાઇનાન્સ કંપનીને લાયસન્સ આપેલ છે તેના અધિકાર બાબત જાણ થવી જોઇએ. તેમ મોરબી શહેર/જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા રીઝર્વ બેંક ઓફ ઇન્ડીયાનાં ગવર્નરને લખવામાં આવેલ પત્રમાં જણાવવામાં આવ્યું હતું.