Wednesday, November 20, 2024
HomeGujaratમોરબીની પી. જી. પટેલ કોલેજમાં યોજાયા ત્રિવિધ કાર્યક્રમ

મોરબીની પી. જી. પટેલ કોલેજમાં યોજાયા ત્રિવિધ કાર્યક્રમ

મોરબીની કોમર્સ ક્ષેત્રની અગ્રણી એવી પી.જી. પટેલ કોલેજમાં આજરોજ તારીખ 19/08/2023 અને શનિવારનારોજ ત્રિવિધ કાર્યક્રમોનુ આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત કોલેજના વરિષ્ઠ પ્રાધ્યાપકો પ્રોફેસર જિંનદાસ ગાંધી અને પ્રોફેસર અવચરભાઈ ગોધાણી કે જેઓએ વય નિવૃત્તિ બાદ પણ આ કોલેજમાં 15 વર્ષથી વધુ શિક્ષણ કાર્યમાં સેવા આપી છે અને જેમની પાસે મોરબીની ત્રણ ત્રણ પેઢીઓએ અભ્યાસ કરેલો છે તેઓનો વિદાય સમારંભ યોજાયો હતો.

- Advertisement -
- Advertisement -

પી.જી. પટેલ કોલેજના જણાવ્યા અનુસાર, આજ રોજ પી.જી. પટેલ કોલેજમાં કોલેજના વરિષ્ઠ પ્રાધ્યાપકો પ્રોફેસર જિંનદાસ ગાંધી અને પ્રોફેસર અવચરભાઈ ગોધાણીનો વિદાય સમારંભ યોજાયો હતો. તેમજ તેજસ્વીતા અભિવાદન સમારોહ અંતર્ગત જે વિદ્યાર્થીઓએ 100 માંથી 100 ગુણ યુનિવર્સિટી કક્ષાએ પ્રાપ્ત કરેલ હોય તેવા વિદ્યાર્થીઓનો સન્માન સમારંભ યોજાયો હતો અને સાથે સાથે આજના યુવાનો માટે મોરબીના અગ્રણી તબીબ અને લેખક એવા ડોક્ટર સતિષભાઈ પટેલની એક મોટીવેશન ટોક યોજાઇ હતી. આ કાર્યક્રમમાં કોલેજના વિદ્યાર્થીઓ અને પ્રાધ્યાપકો ઉત્સાહભેર જોડાયા હતા. તેજસ્વીતા અભિવાદન સમારોહ અંતર્ગત તમામ તેજસ્વી વિદ્યાર્થીઓનું શિલ્ડ અને પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પી.જી. પટેલ કોલેજના પ્રમુખ દેવકરણભાઈ આદ્રોજા, સંસ્થાના આચાર્ય ડો. રવિન્દ્ર ભટ્ટ, વરિષ્ઠ પ્રાધ્યાપક અનિલભાઈ કંસારા તેમજ સ્ટાફગણ ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!