Wednesday, November 20, 2024
HomeGujaratમોરબી નગરપાલિકાની અણઆવડતથી લાતીપ્લોટ વિસ્તારમાં ગટરના વહેતા પાણી : કોંગ્રેસનો ધારદાર આક્ષેપ

મોરબી નગરપાલિકાની અણઆવડતથી લાતીપ્લોટ વિસ્તારમાં ગટરના વહેતા પાણી : કોંગ્રેસનો ધારદાર આક્ષેપ

મોરબી શહેર એ ઉઘોગીત શહેર છે. ત્યારે મોરબીનો લાતી પ્લોટ વિસ્તાર ઘડિયાળ ઉદ્યોગ સહીત નાના મોટા અન્ય ઉદ્યોગથી ધમધમતો વિસ્તાર છે જ્યાં હજારો લોકોને રોજેરોટી આપવાનું કામ કરે છે પરંતુ આ લાતી પ્લોટ વિસ્તાર શેરી નંબર સાતમાં ઘણા સમયથી ભૂગર્ભ ગટરના ગંદા પાણી ભરાય રહેલ છે અવાર નવાર વેપાર કરતા લોકો નગરપાલિકા અને ધારા સભ્યને વારંવાર રૂબરૂ મળીને ફરિયાદ કરી ચૂક્યા છે છતાં નગરપાલિકા આ વિસ્તારમાં કોઈ કામગીરી કરવામાં આગળ નથી આવતી તેવો કોંગી આગેવાનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે.

- Advertisement -
- Advertisement -

મોરબી જિલ્લા કોંગ્રેસના મહા મંત્રી મહેશ રાજ્યગુરુ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માલધારી સેલના પૂર્વ ઉપપ્રમુખ રમેશ રબારી, તાલુકા કોગ્રેસના પ્રમુખ કે.ડી.પડસુબિયા, એલ.એમકંજારિયા, કે.ડી.બાવરવા, મોરબી શહેર કોગ્રેસના પૂર્વ પ્રમુખ રામભાઇ રબારી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, મોરબી નગરપાલિકા અને ધારાસભ્યની અણઆવડતથી લાતી પ્લોટ શેરી નંબર નંબર ૭ માં ચોવીસ કલાક ગટરના વહેતા પાણી નજરે પડી રહ્યા છે. અગાઉ જ્યારે પાલિકામાં જે તે સમયે વેપારના માલ ઉપર જકાત (ટેક્ષ) ભરવોનો આવતો હતો. ત્યારે સૌથી વઘુ જકાત (ટેક્ષ) આ લાતી પ્લોટ વિસ્તારના વેપારી ભરતા હતા. જેને કારણે નગર પાલિકાની વ્યવસ્થા સારી રીતે ચાલતી હતી. પરંતુ આજ એ જ લાતી પ્લોટના વેપારી અવાર-નવાર ભૂગર્ભ ગટરના ગંદા પાણી ભરાય રહેલ છે. તેનેથી તેઓ પરેશાન છે. વેપાર ધંધાને પણ નુકસાન થઇ રહેલ છે. તેઓ અવાર નવાર ભૂગર્ભ ગટર લાઇન નથી. પાણી બહાર નીકળી ત્યાં તળાવ ભરાઈ તેવી સ્થિતિ છે. તેના નિકાલની રજૂઆત કરે છે. તેમ છતાં આ મોરબી શહેરની એ ગ્રેડની કહેવાતી અને મોરબી માળિયાના ઘારાસભ્યના સંપૂર્ણ માર્ગદર્શનમાં ચાલતી નગરપાલિકા અને મોરબીના ધારાસભ્યના કહ્યાગરા અઘિકારીઓ શા માટે લાતી પ્લોટ વિસ્તારના શેરી નંબર સાતનો ભૂગર્ભ ગટર ઉભરાવાના પ્રશ્નને કોઈ કામગીરી કરતા નથી શું લાતી પ્લોટ વિસ્તારના વેપારીઓને પરેશાન કરી લાતી પ્લોટમાં વેપાર ધંધો બંધ કરાવવા માંગો છે કે કોઈ અન્ય કારણે ભાજપના નેતાઓ વેપારીઓને જણાવે જો આ લાતી પ્લોટ વિસ્તારમાં ઉભરાતા ગટરના પાણીનો તાત્કાલિક નિકાલ નહી કરવામાં આવે તો લાતી પ્લોટના રહેવાસી અને વેપારીઓ તેમજ કારખાનામાં કામ કરતા લોકોને સાથે રાખી કોગ્રેસ પક્ષ મોરબી નગરપાલિકાને ગમે ત્યારે તાળાબંધી કરશે તેવી કોંગી આગેવાનો દ્વારા ચીમકી પણ ઉચ્ચારવામા આવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!