અમેરિકા ના ન્યુ જર્સી માં આવેલ પારસી પેની જેને ગુજરાતીઓ ત્યાંનું કાશી કહે છે કેમ કે આ પારસીપેની સિટીમાં અલગ અલગ સાત જેટલા મંદિરો આવેલ છે.
૧૫મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિવસની પારસીપેની ટાઉનશિપ ના ગ્રાઉન્ડમાં આજરોજ તા.૧૯/૦૮/૨૦૨૩ના રોજ મી.મેયર જે.એમ.બારબરિયો તેમજ ભારત અમેરિકન સિનિયર સિટીઝન મેમ્બર્સ , સનાતન હિન્દુ ટેમ્પલ,છપૈયા ધામ,ઇસ્કોન ટેમ્પલ, વ્રજ ધામ તેમજ ચેરમેન રજની પટેલ , જિગર શાહ ની ઉપસ્થિતિમાં આયોજન કરવામાં આવ્યું હતું.
આ ઉજવણીમાં પારસીપેની માં વસતા ભારતીયો દ્વારા રાષ્ટ્રગાન ગાઈને ધ્વજવંદન કર્યું હતું ત્યાર બાદ દક્ષિણી ભારતીય નૃત્ય તેમજ રાષ્ટ્ર ભક્તિના ગીતો સાથે બાળકોએ પણ કલાકૃતિ રજૂ કરી હતી.આ કાર્યક્રમ માં મોટી સંખ્યામાં ભારતીયો ઉપસ્થિત રહ્યા હતા.તેમજ કાર્યક્રમ ના અંતે હાજર દરેક લોકોને સામૂહિક અલ્પાહાર લઈને છુટા પડ્યા હતા.તેવું મોરબીના ખાખરેચી ગામના વતની અને હાલમાં યુએસએ માં વસતા ગુણવંતભાઈ અરદેશણા ની યાદીમાં જણાવાયું છે.