મોરબી જિલ્લા એસ.પી. રાહુલ ત્રિપાઠીએ મોરબી જીલ્લામાં શ્રાવણ માસ દરમ્યાન ગેર કાયદેસર રીતે ચાલતી પ્રોહિજુગારની પ્રવૃતિ અંકુશમાં લાવવા જિલ્લા પોલીસને સૂચન કરતા સૂચના અન્વયે કામગીરી કરતા દરમિયાન મોરબી જિલ્લા પોલીસે ચાર સ્થળોએ રેઇડ કરી જાહેરમાં જુગાર રમતા કુલ ૨૦ પત્તાપ્રેમીઓને પકડી પડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, વાંકાનેર સીટી પોલીસની ટીમે ગઈકાલે પેડક સોસાયટી ઈંટોના ભઠ્ઠા પાછળ રેઈડ કરી જાહેરમાં જુગાર રમતા દિનેશભાઈ હરીભાઈ મકવાણા (રહે.વાંકાનેર પેડક સોસાયટી તા.વાંકાનેર જી.મોરબી), કીશોરભાઈ બાભુભાઈ વિકાણી (રહે.વાંકાનેર ગાયત્રી મંદીર ટેકરીએ તા.વાંકાનેર જી.મોરબી તથા ભરતભાઈ છગનભાઈ જીંજરીયા (રહે.વાંકાનેર પેડક સોસાયટી તા.વાંકાનેર) નામના શખ્સોને પકડી પાડી તેમની પાસેથી રોકડા રૂ.૧૧,૦૭૦/-નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. જયારે બીજા દરોડામાં, વાંકાનેર સીટી પોલીસની ટીમ દ્વારા વાંકાનેર પેડક સોસાયટી મેળાના મેદાનમા રેઈડ કરવામાં આવી હતી અને સ્થળ પરથી જુગાર રમતા નિતેશભાઈ ચતુરભાઈ વિકાણી (રહે.વાંકાનેર પેડક સોસાયટી ઈંટુના ભઠા પાછળ તા.વાંકાનેર જી.મોરબી), સુરજભાઈ લાભુભાઈ સોલંકી (રહે.હાલ વાંકાનેર પેડક સોસાયટી પાસે ઈંટોના ભઠ્ઠા પાછળ તા.વાંકાનેર જી.મોરબી મુળ રહે.જુનાગઢ સુખનાથ ચોક તાર બંગલા પાણીના ટાંકા પાસે તા.જી.જુનાગઢ), અમીતભાઈ નિતેશભાઈ વિકાણી (રહે.વાંકાનેર પેડક સોસાયટી ઈંટોના ભઠા પાછળ તા.વાંકાનેર જી.મોરબી), ઉમેશભાઈ મનસુખભાઈ વિકાણી (રહે.વાંકાનેર પેડક સોસાયટી ઈંટોના ભઠા પાછળ તા.વાંકાનેર જી.મોરબી) તથા મનોજભાઈ ચંદુભાઈ વિકાણી (રહે.વાંકાનેર પેડક સોસાયટી ઈંટોના ભઠા પાછળ તા.વાંકાનેર જી.મોરબી) નામના શખ્સોને પકડી પાડી તેમની પાસેથી કુલ રોકડા રૂપીયા ૧૦,૬૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.
ત્રીજા દરોડામાં, મોરબી તાલુકા પોલીસની ટીમે બાતમીનાં આધારે હજનાળી ગામ, કોળીવાસ, ઇશ્વરદાદાના મંદિરવાળી શેરીમાં રેઈડ કરી લખમણભાઇ વાસાભાઇ ખાટરીયા (રહે. જુના હજનાળી, તા.જી.મોરબી, મહેશભાઇ વાલાભાઇ પરસાડીયા (રહે. જુના હજનાળી, તા.જી.મોરબી), દેવજીભાઇ જસાભાઇ રૂદાતલા (રહે. જુના હજનાળી, તા.જી.મોરબી), રામદેવભાઇ બાબુભાઇ ધંધુકીયા (રહે. જુના હજનાળી, તા.જી.મોરબી), જયંતિભાઇ સવજીભાઇ પારેજીયા (રહે. જુના હજનાળી, તા.જી.મોરબી) તથા યુનિસભાઇ ઇસાભાઇ સુમરા (રહે. વિરપરડા, તા.જી.મોરબી) નામના શખ્સોને જાહેરમાં જુગાર રમતા પકડી પાડી તેમની પાસેથી રોકડા રૂ.૧૭,૧૦૦/-નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. જયારે પાંચમા દરોડામાં, મોરબી ક્રાઇમ બ્રાન્ચની ટીમે લાલપર ગામની સીમમાં આવેલ ESC ડેકોરેટીવ નામના ગોડાઉનમાં ચાલતા જુગારધામ પર રેઈડ કરી જુગાર રમતા-રમાડતા કુલદીપભાઇ વિનોદભાઇ મેરજા (રહે. બગથળા તા.જી.મોરબી), ભગીરથસિંહ ગજુભા પરમાર (રહે. મોરબી-૦૨ લાલબાગ સરકારી કવાર્ટસ), મૌલીકભાઇ ઘનશ્યામભાઇ ઉભડીયા (રહે. મહેન્દ્રનગર હરીગુણ સોસાયટી જી.મોરબી), સુરૂભા વિક્રમસિંહ સોલંકી (રહે. મોરબી ભડીયાદ રોડ, સાયન્સ કોલેજ સામે), શૈલેષભાઇ મનુભાઇ ડાંગર (રહે. નાની વાવડી કબીરધામ આશ્રમ પાસે મારૂતી પાર્ક) તથા પ્રવિણભાઇ રામભાઇ ડાંગર (રહે. નાની વાવડી કબીરધામ આશ્રમ પાસે મારૂતી પાર્ક) નામના શખ્સોને પકડી પાડી તેમની પાસેથી રોકડા રૂ.૨,૯૩,૯૦૦/- તથા રૂ. ૩૦,૦૦૦/-ની કિંમતના છ મોબાઈલ મળી કુલ રૂ.૩,૨૩,૯૦૦/- નો મુદામાલ કબ્જે કરવામાં આવ્યો છે.