મોરબીમાં કાર લે વેચ નો ધંધો કરનાર ધંધાર્થી ને વિશ્વાસમાં લઈને બલેનો કાર આપવાનું કહીને મોરબીના પી.એમ. આંગડીયા થકી રૂ.૩,૯૫,૦૦૦/-ની છેતરપિંડી કરવામાં આવી છે. તેમજ જૂનાગઢમાં રહેતા વ્યક્તિને મારૂતી સુઝુકી સ્વીફ્ટ કાર આપવાનું કહી વિશ્વાસમાં લઇ રૂ.૪,૯૫,૦૦૦/- ની રકમ આંગડીયા મારફતે મેળવી લઈ રૂ.૮,૯૦,૦૦૦/-ની છેતરપિંડી આચરવામાં આવી છે. જે સમગ્ર મામલે મોરબીના વેપારીએ મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે.
મળતી માહિતી અનુસાર, મોરબીના રવાપર રોડ પર આવેલ અમુલ બી -૬૦૨ ખાતે રહેતા અને કાર લે- વેચનો ધંધો કરતા હિરેનભાઇ શાંતિલાલ ચૌહાણને કાર આપવાનું કહીને પીયુષભાઇ મહેશભાઇ પટેલ (રહે.મારૂતિનંદન બંગ્લોઝ કાંસા એન.એ વિસનગર મહેસાણા) નામના શખ્સ દ્વારા વિશ્વાસઘાત કરીને છેતરપિંડી આચરવામાં આવી છે. તેમજ આરોપીએ બલેનો કાર આપવાનું કહી વિશ્વાસમાં લઇ ફરિયાદી પાસેથી રૂપીયા ૩,૯૫,૦૦૦/- નું પી.એમ. આંગળીયા મોરબી મારફ્તે આંગડીયું કરાવી વિશ્વાસઘાત કરી છેતરપીંડી કરેલ, અને આ કામના સાહેદ – દીવ્યાંગભાઇ વિનોદભાઇ ચુડાસમા (રહે જુનાગઢ)ને આ કામના આરોપીએ મારૂતી સુઝુકી સ્વીફ્ટ કાર આપવાનું કહી વિશ્વાસમાં લઇ રૂપીયા ૪,૯૫,૦૦૦/- નૂ પી.એમ. આંગળીયા જુનાગઢથી આંગળીયું કરાવી વિશ્વાસઘાત કરી છેતરપીંડી કરેલ આમ ફરીયાદી તથા સાહેદ બન્નેને આરોપીએ કાર આપવાનું કહી વિશ્વાસમાં લઇ કુલ રકમ ૮,૯૦,૦૦૦/- ની છેતરપીંડી કરતા પોલિસે તેના વિરૂદ્ધ ગુન્હો દાખલ કરી અટકાયતી પગલાં લેવા માટે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.