ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિનાં રમેશભાઈ બી.રબારી દ્વારા મોરબી નગરપાલીકાના વહીવટદાર એન.કે.મુછારને અને એસિબી પીઆઈ ને પત્ર લખી નિવૃતીના નામે ચાલતા ભ્રષ્ટાચાર અંગે રજૂઆત કરવામાં આવી હતી.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિનાં રમેશભાઈ બી. રબારી દ્વારા મોરબી નગરપાલીકાના વહીવટદાર એન.કે.મુછારને અને એસીબી પીઆઈ ને લખાયેલ પત્રમાં જણાવવામાં આવ્યું હતું કે,ગત તા.૧૮-૮-૨૦૨૩ ના રોજ સાંજના ૬.૦૦ વાગ્યે નગરપાલીકાના સફાઈ કર્મચારીના હાજરી સમયે સ્થળ સ્ટેશન રોડ મોરબી નગરપાલીકાના કાયમી સફાઈ કર્મચારી હીરાબેન હરીભાઈ પોતે નિવૃત ન થયા હોવા છતાંય હાજરી સમયે નગરપાલીકાના સેનીટેશનના પટ્ટાવાળા ભુદરભાઈ રૂડાભાઈ તેમજ ભાજપ સમર્થક ભરતભાઈ મગનભાઈ સફાળ કર્મચારી હીરાબેનને કહેલ, તમે નિવૃત થઈ ગયેલ છો, હવે પછી તમો કામ પર આવતા નહીં અને તમારા તમામ ડોકયુમેન્ટ અમોને આપો અને રૂ. એક લાખ તમો અમોને આપો તેવુ ઉપરોકત બન્ને શખ્સોએ સફાઈ કર્મચારીને જણાવેલ હતુ. ત્યારબાદ હીરાબેને તેમના આગેવાનો સાથે વાતચીત કરતા આગેવાનોએ નગરપાલીકામાં જઈ તપાસ કરતા માલુમ પડેલ કે હીરાબેનની નિવૃતિનું વર્ષ ૨૦૩૦ માં પુરૂ થાય છે. જેથી મોરબી નગરપાલીકાના કર્મચારીઓ દ્વારા થતો ભ્રષ્ટાચાર, ગેરરીતિ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી હતી. તેમજ આ બાબત હાલ નગરપાલીકાના કર્મચારીઓ તેમજ આમ પ્રજામાં ચર્ચા રહી છે. તેમજ નગરપાલીકાના સફાઈ કર્મચારી હાજરી પ્રકરણમાં બહુ મોટો ભ્રષ્ટાચાર આર્થિક વહેવાર ઘણા લોકો દ્વારા કરવામાં આવે છે. તેમજ પગારની તારીખે પણ ઘણા લોકો સફાઈ કામદારોના પગારમાંથી અમુક ટકા હિસ્સો લેતા હોય છે. તેમજ હીરાબેન પાસેથી ઉચ્ચ કક્ષાએ માહિતી મેળવી આ લાંચ-રૂશ્વત તેમજ આર્થિક લેવડ–દેવડ, સામાજિક શોષણમાં જે જે લોકો સંડોવાયેલા છે તથા તેની સાથે અન્ય કોઈ ડીપાર્ટમેન્ટના કર્મચારીઓ સંડોવાયેલા છે કે કેમ?તેની યોગ્ય તપાસ થવી જોઈએ. નિવૃતિઓના નામે ચાલતા નગરપાલીકામાં ભ્રષ્ટાચાર બંધ થવા જોઈએ. મોરબી નગરપાલીકામાં હાજરી પ્રકરણ તેમજ પગારના પ્રશ્ને અનેકગણો ભ્રષ્ટાચાર થતો હોય છે તો આ બાબતે લાગતા વળગતા અધિકારીઓએ સફાઈ કર્મચારીઓ સાથે મીટીંગ કરી યોગ્ય જાણકારી આપવી જોઈએ. તેમ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિનાં રમેશભાઈ બી.રબારી દ્વારા એસિબી પીઆઈ અને મોરબી નગરપાલીકાના વહીવટદાર એન.કે.મુછાર ને લખાયેલ પત્રમાં જણાવવામાં આવ્યું હતું.