Monday, November 18, 2024
HomeGujaratમોરબી જીલ્લા ટ્રાફિક પોલીસની “સ્પેશીયલ વાહન ચેકિંગ ડ્રાઇવ” અંતર્ગત નિયમ ભંગ કરતા...

મોરબી જીલ્લા ટ્રાફિક પોલીસની “સ્પેશીયલ વાહન ચેકિંગ ડ્રાઇવ” અંતર્ગત નિયમ ભંગ કરતા વાહન ચાલકો દંડાયા

મોરબી જીલ્લામાં “સ્પેશીયલ વાહન ચેકિંગ ડ્રાઇવ” અંગે મોરબી પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેમાં મોરબી જિલ્લામાં ટ્રાફિક નિયમોનો ભંગ કરતા વાહન ચાલકોને મોરબી પોલીસ દ્વારા દંડવામાં આવ્યા હતા.

- Advertisement -
- Advertisement -

 

મળતી માહિતી અનુસાર, રાજકોટ રેન્જ આઇ.જી. અશોકકુમાર યાદવની સુચના મુજબ વાહન અકસ્માતમાં ઘટાડો લાવવા તેમજ ટ્રાફિક નિયમોની સુયોગ્ય અમલવારી કરાવવા માટે “સ્પેશીયલ વાહન ચેકિંગ ડ્રાઇવ” રાખવા જણાવેલ જે મોરબી જીલ્લા એસ.પી. રાહુલ ત્રીપાઠીની સુચના અને માર્ગદર્શન હેઠળ તા.૨૦/૦૮/૨૦૨૩ ના ક.૧૬/૦૦ થી ક.૧૯/૦૦ સુધી મોરબી જીલ્લામાં “સ્પેશીયલ વાહન ચેકિંગ ડ્રાઇવ ” રાખેલ અને આ ડ્રાઇવ દરમ્યાન રોંગ સાઇડ ચાલતા વાહન તથા નંબર પ્લેટ વગરના, ખોટી નંબર પ્લેટ વાળા, અધુરી નંબર પ્લેટ વગર/ગેરકાયદેસર લખાણ, ડાર્ક ફીલ્મ, હેલ્મેટ, શીટ બેલ્ટ તથા ડ્રંક એન્ડ ડ્રાઇવ તથા સાયલેન્સરમાંથી વિસ્ફોટક/મોડીફાઇટ સાઇલેસન ભયાનક અવાજ કરી ન્યુસન્સ ફેલાવતા વાહન ચાલકો સામે કડક કાર્યવાહી કરવા અંગેની ડ્રાઇવ રાખવામાં આવેલ અને આ ડ્રાઇવ દરમ્યાન સંઘન વાહન ચેકિંગ કરી ટ્રાફિક નિયમોનો ભંગ કરતા વાહન ચાલકો વિરૂધ્ધ મોરબી જીલ્લા પોલીસ દ્રારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી.

મોરબી જીલ્લામાં તા.૨૦/૦૮/૨૦૨૩ ના રોજ ૦૪ વાગ્યા થી ૦૭:૦૦ વાગ્યા દરમ્યાન ટ્રાફિક નિયોમનુ ભંગ કરતા વાહન ચાલકોને કુલ-૩૨૫ સમાધાન શુલ્ક પાવતીઓ આપવામાં આવેલ હતી. તેમજ ટ્રાફિક નિયમોનુ ભંગ કરતા વાહન ચાલકો પાસેથી રૂ-૧,૬૦,૩૦૦/-નો દંડ વસુલવામાં આવેલ હતો. જયારે નંબર પ્લેટ વગરના વાહન ચાલકો સામે એમ.વી.એક્ટ ૨૦૭ મુજબ કુલ-પર વાહન ડીટેઇન કરવામાં આવ્યા હતા. તેમજ રોગ સાઇડ/વધુ ગતીથી ચલાવતા વાહનો વિરૂધ્ધ IPC કલમ-૨૭૯ મુજબ કુલ-૧૬ ગુના રજીસ્ટર કરવામાં આવ્યા હતા. અને અડચણ રૂપ પાર્ક કરેલ વાહનો વિરૂધ્ધ IPC કલમ-૨૮૩ મુજબ કુલ-૧૪ ગુના રજીસ્ટર કરવામાં આવેલ હતા. જયારે ડ્રંક એન્ડ ડ્રાઇવ (નશો કરી વાહન ચલાવતા) વાહન ચાલક વિરૂધ્ધ એમ.વી.એક્ટ-૧૮૫ મુજબના કુલ બે ગુના રજીસ્ટર કરવામાં આવ્યા હતા. તેમજ આગામી સમયમાં પણ ટ્રાફિક નિયમોનો ભંગ કરતા વાહન ચાલકો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!