મોરબીની મહિલા ફેમીલી સાથે ટ્રાવેલીંગ ક્વર પ્રા.લી મારફત માલ દિવ ટુરમાં ગયા હતા, જેની માટે તેઓએ મેડીકલ વીમો પણ લીધો હતો. ત્યારે તેઓને ટુર દરમિયાન કોરોના થઇ જતા તેઓએ ત્યાં હોસ્પિટલમાં દાખલ થયા હતા. જેને લઈ તેઓએ વીમો ક્લેમ કરવા જતા વીમા કંપનીએ વીમો આપવાની ના પાડતા મામલો મોરબી શહેર/જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ મારફત કોર્ટ પહોંચ્યો હતો. અને કોર્ટે વીમા કંપનીને વ્યાજ સહીત રૂપિયા આપવા આદેશ કર્યો હતો.
મોરબી શહેર/જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના જણાવ્યા અનુસાર, મોરબીના વતની ક્રિષ્નાબેન ચિરાગભાઇ અઘારાએ ફેમીલી સાથે ટ્રાવેલીંગ ક્વર પ્રા.લી, દ્વારા માલ દિવ જવાની ટુરમાં જોડાયેલ ગ્રાહકે મેડીકલ વીમો એકો એગ્રો જનરલ ઇન્સ્યુરન્સ પાસેથી વીમો લીધેલ માલ દિવમાં કોરોના થતાં હોસ્પીટલમાં દાખલ થવું પડ્યુ અને તેની સારવાર માટે વીમા કંપનીમાં રજુઆત કરેલ વીમા કંપનીએ વીમા આપવાની ના પાડતા મોરબી શહેર/જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઇ મહેતા દ્વારા ગ્રાહક તકરાર નિવારણ કમીશનમાં ફરીયાદ દાખલ કરેલ ગ્રાહકે માલ દિવ જવા માટે કોરોના રીપોર્ટ, આર.ટી.પી.સી.આર. કરાવેલ અને ટ્રાવેલ્સ કંપની ઇન્ડીગો એરલાઇન્સ મારફત લઇ ગયેલ હવે પરત ફરતા માલદિવ સરકારની કોરોના ગાઇડ લાઇન પ્રમાણે ગ્રાહકે કોરોના પોઝેટીવ આવેલ તેના નિયમ મુજબ સાત દિવસ કોરોન્ટાઇન રહેવુ ફરજીયાત છે. તેથી તે અલગ રૂમમાં સાત દિવસ રોકાયેલ ડો.મહંમદ અબ્બાસની હોસ્પીટલનું બીલ ૨૭૫૦ ડોલર એટલે કે રૂ.૧,૭૭,૮૯૧ તે રકમ એકો એગ્રો જનરલ ઇન્સ્યુરન્સ ક્રિષ્ના બેનને તા.૨૨/૧૨/૨૦૨૨ થી ૭ ટકાના વ્યાજ અને ૭૦૦૦ માનસીક ત્રાસ અને ૩૦૦૦ ત્રણ હજાર ખર્ચના વીમા કંપનીને ગ્રાહકને ચુકવવાનો હુકમ કરેલ છે.