Tuesday, November 19, 2024
HomeGujaratMGO વપરાશકર્તામાં સમાવેશ કરવાની અરજી પેન્ડિંગ હોવાથી કરોડોનું નુકશાન ભોગવતા સિરામીક ઉદ્યોગકારોની...

MGO વપરાશકર્તામાં સમાવેશ કરવાની અરજી પેન્ડિંગ હોવાથી કરોડોનું નુકશાન ભોગવતા સિરામીક ઉદ્યોગકારોની રજૂઆત:ત્વરિત નિર્ણય લેવાનો ગુજરાત ગેસનો વાયદો

ગુજરાત ગેસ દ્વારા ગેસના ભાવ વધારા ને લઈને તેમજ સિરામિક ઉદ્યોગકારોએ કરાર આધારિત ગેસ વાપરવા માટે અરજી કરી છે તેઓને હજુ સુધી કરાર આધારિત ગેસ આપવામાં ન આવતા ૧૪ રૂપિયા ગેસ મોંઘો પડી રહ્યો છે.

- Advertisement -
- Advertisement -

ગુજરાત ગેસ દ્વારા મોરબી સિરામીક ઉદ્યોગ ને MGO (Minimum Guaranteed offtake)અને NON MGO આધારિત ગેસ આપવામાં આવી રહ્યો છે જેમાં હાલમાં MGO કરાર આધારિત ગેસ આપવા માટે ૮૫ જેટલા યુનિટો એ અરજી કરેલ છે.કે અરજી છેલ્લા ઘણા દિવસો થી pending પડેલી છે.અને આ અરજી નો નિકાલ નહિ કરીને MGO આધારિત ગેસ આપવામાં ન આવ્યા હાલમાં આ ૮૫ યુનિટો એ NON MGO ગેસ ઉપયોગ કરવાની ફરજ પડી રહી છે જેમાં ના છૂટકે કંપની ને ક્યુબિક મીટર દીઠ ૧૪ રૂપિયા નો વધારાનો ખર્ચ ભોગવવો પડી રહ્યો છે.અને સરેરાશ દરેક યુનિટ રોજ ૧૨-૧૫ હજાર ક્યુબીક મીટર ગેસ નો વપરાશ કરતી હોય છે ત્યારે MGO માં સમાવેશ કરવાની અરજી ઘણા સમયથી પેન્ડીગ હોવાથી લાખો રૂપિયાનું નુકશાન ભોગવવું પડી રહ્યું છે.

જેથી આજે મોરબી સિરામિક એસોસિયેશન દ્વારા આ તમામ ૮૫ યુનિટો ના અરજદારો તેમજ ગુજરાત ગેસના અધિકારીઓ સાથે બેઠક યોજી ને રજુઆત કરવામાં આવી હતી અને આ બાબતે ગાંધીનગર ગુજરાત ગેસના એમડી સાથે પણ ટેલીફોનીક ચર્ચા કરી હતી અને આ બાબતે ગુજરાત ગેસ દ્વારા ત્વરિત નિર્ણય લેવામાં આવશે તેવું આશ્વાસન આપ્યું હતું.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!