બનાવ અંગે ટંકારા પોલીસ મથકે થી મળતી વિગતો મુજબ પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ રાજકોટ તથા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીની સુચના મુજબ, નાયબ પોલીસ અધીક્ષક પી.એ. ઝાલા તથા સર્કલ પોલીસ ઇન્સપેકટર વી.પી. ગોલ ના માર્ગદર્શન હેઠળ મોરબી જીલ્લા માં પ્રોહી જુગારની બદી નાબુદ કરવા સુચના થઈ આવેલ હોય જે અનુસંધાને ઓપી પો.સ્ટે. વિસ્તારમાં ટંકારા પોલીસના ડી સ્ટાફના સાથે પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન હકીક્ત અધારે ટંકારા તાલુકાના નેકનામ ગામની સીમમાં નેકનામ થી કોઠારીયા જવાના રસ્તે નીલેષ હરજીભાઇ ચીકાણી (રહે-રાજકોટ વાળા) નેકનામ-કોઠારીયા રોડ પર આવેલ પોતાના એ.વી.એન. ખુરશીના કારખાનામાં બહારથી માણસો બોલાવી ગે.કા. રીતે ગંજીપતા વડે પૈસાની હારજીતનો તીનપતીનો જુગાર રમી રમાડી સાધન સગવડ પુરીપાડી તેની અવેજમાં નાલ ઉઘરાવી જુગારનો અખાડો ચલાવતો હોય જે આધારે હકીકતવાળી જગ્યાએ રેઇડ કરતા જુગાર રમતા પોલીસે નીલેષભાઇ હરજીભાઇ ચીકાણી (ઉ.વ. ૪૦ ધંધો વેપાર રહે. નેકાનમ તા.ટંકારા જી.મોરબી હાલ રહે. રાજકોટ નંદવાટીકા ૧૫૦ ફુટ રીંગ રોડ),નવીનભાઇ જસમતભાઇ હાલપરા (ઉ.વ.૪૭ ધંધો ખેતી રહે.નેકનામ તા.ટંકારા જી.મોરબી),ચેતનભાઇ ધીરજલાલ ચીકાણી( ઉ.વ.૩૨ ધંધો વેપાર રહે.નેકનામ તા.ટંકારા જી.મોરબી), કલ્પેશભાઇ ઉર્ફે ગડરૂ માવજીભાઇ સવસાણી( ઉ.વ.૩૩ધંધો વેપાર રહે. હીરાપર તા.ટંકારા જી.મોરબી હાલ રહે. મોરબી દલવાડી સર્કલ),હસમુખભાઇ ઠાકરશીભાઇ ફેફર( ઉ.વ.૪૫ ધંધો વેપાર રહે. હીરાપર તા.ટંકારા જી.મોરબી હાલ રહે. મોરબી રવાપર ક્રિષ્ના સ્કુલ સામે), મનીષભાઇ લાલજીભાઇ કાલરીયા જાતે પટેલ( ઉ.વ.૨૫ ધંધો વેપાર રહે. મુળ ઉંચીમાંડલ તા.જી.મોરબી હાલ રહે. મોરબી લોટસ ક્રિષ્ના સ્કુલ સામે), સુપ્રિતભાઇ ત્રિભોવનભાઇ પટેલ (ઉ.વ. ૩૩ ધંધો વેપાર રહે. હીરાપર તા.ટંકારા જી.મોરબી હાલ રહે.મોરબી ઉમીયા સર્કલ), ગોરધનભાઇ મોહનભાઇ સોજીત્રા (રહે. મોટોડા તા.પડધરી જી.રાજકોટ )ને રોકડા રૂ. ૪,૨૦,૦૦૦/-ના મુદ્દામાલ સાથે મળી આવતા જુગારધારા ક્લમ૪,૫મુજબ ધોરણ સર કાર્યવાહી કરવામા આવેલ છે. જ્યારે એક આરોપી ગોરધન મોહનભાઇ રહે. મેટોડા તા પડધરી જી.રાજકોટ ને અટક કરવાના બાકી છે.
ઉપરોકત કામગીરીમાં ટંકારા પો.સબ.ઇન્સ. એમ.જે.ધાધલ, એ.એસ.આઇ ભાવેશભાઇ વરમોરા, પો.હેડ.કોન્સ. વીજયભાઇ બાર, પો.કોન્સ. મહેશદાન ઇશરાણી, પો.કોન્સ. કૌશીકકુમાર પેઢડીયા, પો.કોન્સ. વિપુલભાઈ બાલાસરા, પો.કોન્સ. સીધ્ધરાજસિંહ ઝાલા સહિતના પોલીસ સ્ટાફના માણસોએ સફળ કામગીરી કરેલ.