Monday, November 18, 2024
HomeGujaratબુચમારો કાયદાથી કેમ બચસો?: મોરબી સીરામીક ટાઈલ્સની નવ ફેકટરીનું ફુલેકુ ફેરવનારની નાદારી...

બુચમારો કાયદાથી કેમ બચસો?: મોરબી સીરામીક ટાઈલ્સની નવ ફેકટરીનું ફુલેકુ ફેરવનારની નાદારી અરજી ચેન્નાઇ સીટી સિવિલ કોર્ટે નામંજૂર કરી

મોરબી સીરામીક ટાઈલ્સની નામાંકિત નવ ફેકટરી પાસેથી લાખો રૂપિયાનો ઉઘારમાલ ખરીદ કરી ચેન્નાઈના વેપારીએ ચેન્નાઈ સીટી સીવીલ કોર્ટમાં નાદારી અરજી કરી હતી. જેના કારણે મોરબીના ઉદ્યોગકારો ચિંતામાં મુકાયા હતા. જો કે, વેપારી નાદાર થવા અંગેનો પુરાવો રજુ ન કરી શકતા નામદાર કોર્ટે નાદારી અરજી રીજેકટ કરી છે.

- Advertisement -
- Advertisement -

ભારતના દક્ષિણ રાજયના ઘણાખરા વેપારીઓ ગુજરાતમાંથી ઉઘારમાલ લઈ ખોટા બહાનાઓ બનાવી ત્યાંથી સ્થાનિક લોકલ કોર્ટમાં નાદાર થવા અંગે અરજી કરતા હોય છે. જેથી ગુજરાતના વેપારીઓ ત્યાંની કોર્ટમાં હાજર ન થતાં હોય જે કારણોસર આવા વેપારીઓ ઉઘાર પૈસા ન દેવામાં સફળ થતાં હોય છે. આવા જ બનાવમાં મોરબી સીરામીક ટાઈલ્સના નવ જેટલી નામાંકિત ફેકટરી પાસેથી લાખોનો ઉઘાર માલ લઈ ચેન્નાઈના રોયલ એન્ટરપ્રાઈઝ નામના વેપારી જાવેદ અહેમદ દ્વારા ચેન્નાઈ સીટી સીવીલ કોર્ટમાં નાદાર થવા અરજી કરતા જેમાં નાદાર થવા માટેના વેપારીએ મુખ્ય કારણો કોર્ટમાં દર્શાવેલ જેવા કે, વેપારીએ ખરાબ ગુણવતાવાળી ટાઈલ્સનું વેચાણ કરવામાં આવેલ હોવાથી સનેઃ૨૦૧૫ માં ચેન્નાઈમાં પુરપ્રકોપ, હોનારત આવેલ હોવાથી ટાઈલ્સનો જથ્થો ખરાબ થઈ ગયેલ હોવાથી ટાઈલ્સના ધંધામાં આર્થિક મંદી આવેલ હોવાથી હતી. ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા નોટબંધી કરવામાં આવેલ હોવાથી તેને ધંધામાં ખૂબ જ નુકશાન થયેલ હોવાના કારણે શાહુકારો પાસેથી ૧૫% વ્યાજે રૂપિયા લઈ ધંધો કરવાની ફરજ પડેલ છે. તે ઉપરાંત મોરબીના ટાઈલ્સના વેપારીઓ દ્વારા ફોન કોલ દ્વારા તેમજ મારી પરદાનશીન પત્નિ અને સ્કુલે જતા બાળકો તેમજ વેપારીઓ દ્વારા ગુંડાઓ મોકલતા હોવાના કારણે વારંવાર ધમકીઓ આપતા હોવાના કારણે વેપારીને આ હાલની નાદારી અરજી કરવાની ફરજ પડી હોવાનું જણાવ્યું હતું. ત્યારે મોરબી એસોશીએસનના પ્રમુખ મુકેશભાઈ કુંડારીયાની સંગમ ટાઈલ્સ પ્રાઇવેટ લિમિટેડના એડવોકેટ રમેશ બી. દાવડા દ્વારા ચેન્નાઈ સીટી સીવીલ કોર્ટમાં લેખિતમાં રજુઆત કરી નામદાર કોર્ટને જણાવેલ કે અમારી કંપની પાસેથી હાલના અરજદાર સને ૨૦૧૯ માં ઉઘારમાલ ખરીદ કરેલ તેમાંથી ૫૦% રકમ જેવું પેમેન્ટ આપી બાકીની રકમ ચેક દ્વારા પુરી કરીશું જે ચેક બેંકમાં વસુલવા માટે નાંખેલ તે રીર્ટન થતાં આ કામના વેપારીને નોટીસ આપેલ. જે નોટીસના જવાબમાં તેમના વકીલ જી.દયાશંકર મારફત જવાબ મોકલવામાં આવેલ અને છ મહિનામાં ચેક મુજબની રકમ પુરી કરી આપીશું. તેવું નોટીસમાં જણાવેલ હતું. સમય થતાં રોયલ એન્ટરપ્રાઈઝ સામે મોરબી કોર્ટમાં ૧૩૮ મુજબનો કેસ દાખલ કરેલ હોય અને જે મેટર આરોપીના વોરંટ ઉપર હોય તેથી હાલના સ્ટેજે અરજદાર દ્વારા કરવામાં આવેલ જે ચાલવાપાત્ર કે ટકવાપાત્ર ન હોય. જેથી રમેશ બી. દાવડાની રજુઆત સાંભળી ચેન્નાઈ સીટી સીવીલ કોર્ટના જજ સચ્ચિદાનંદ સાહેબ દ્વારા અરજદાર દ્વારા નાદાર થવા અંગેના કોઈ લેખિત પુરાવા રજુ ન કરી શકતા કોર્ટે નાદારી અરજી રીજેકટ કરેલ હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!