Tuesday, November 19, 2024
HomeGujaratમોરબી જિલ્લા પોલીસનો સપાટો ચાર સ્થળોએથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો

મોરબી જિલ્લા પોલીસનો સપાટો ચાર સ્થળોએથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો

મોરબી જિલ્લા પોલીસ દ્વારા અલગ અલગ વિસ્તારમાં પ્રોહિબિશન કલમ હેઠળ ચેકીંગ કરવામાં આવ્યું હતું. ચાર અલગ-અલગ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથે લોકોની સ્થાનિક પોલીસે અટકાયત કરી તેમના વિરૂદ્ધ પ્રોહિબિશન કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
- Advertisement -

પ્રથમ દરોડામાં, મોરબી સીટી એ ડિવીઝન પોલીસની ટીમ દ્વારા મોરબી જોન્શનગર.૧૧ ના ઢાળીયેથી ઇશુબભાઇ હાજીભાઇ દલવાણી નામના શખ્સને કાયદેસર પાસ પરમીટ કે આધાર વગર પોતાના કબ્જામા રાખેલ ભારતીય બનાવટની વિદેશી દારૂની મેકડોલ્સનં.૧ ડીલકસ વ્હીસ્કીની બે બોટલોનાં રૂ.૨૦૦ના મુદ્દામાલ સાથે પકડી પાડ્યો છે. અને આરોપી વિરુધ્ધ પ્રોહિબિશન કલમ ૬૫-A-A,મુજબ ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે.

બીજા દરોડામાં, મોરબી સીટી એ ડિવીઝન પોલીસની ટીમ ગઈકાલે પેટ્રોલિંગમાં હતી. ત્યારે તેઓને બાતમી મળી હતી કે, વજપેર શેરી નં.પ ના રોડ ઉપરથી એક શખ્સ નીકળનાર છે.જેણે પોતાની પાસે વેચાણ કરવાના ઇરાદે વિદેશી દારૂની બોટલો રાખેલ છે. જે હકીકતનાં આધારે પોલીસે સ્થળ પર વોચ ગોઠવી રાખી ભરતભાઇ છબીલભાઇ પરમાર (રહે.મોરબી વજેપર શેરીનં.૫) નામના શખ્સને ભારતીય બનાવટની વિદેશી દારૂની રોયલ સ્ટગ સુપરીયર વ્હીસ્કીની પ બોટલના કુલ રૂ.૧૫૦૦/-ના મુદ્દામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ત્રીજા દરોડામાં, મોરબી સીટી બી ડીવીઝન પોલીસે ઈન્દિરાનગર- ગાયત્રીનગર શેરી નં.1 ખાતેથી બહાદુરભાઈ ઉર્ફે રોહીત ગીરધરભાઈ ડાભીએ પોતાના કબ્જા ભોગવટાવાળા રહેણાંક મકાનમાં ગેરકાયદેસર પાસ કે પરમીટ વગર છુપાડેલ રોયલ ચેલેન્જની 03 તથા મેકડોલ્સ નં.1ની 12 તથા બ્લેન્ડર પ્રાઈડની 11 તથા ઓલ સીસન્સની 42 એમ કુલ 68 બોટલોનો રૂ.41,990 /-નો મુદ્દમાલ કબ્જે કર્યો છે. જયારે આરોપી રેઈડ દરમિયાન હાજર મળી ન આવતા તેને વોન્ટેડ જાહેર કરી સમગ્ર મામલે મોરબી સીટી બી ડીવીઝન પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ચોથા દરોડામાં, હળવદ પોલીસે સુંદરગઢ (સુર્યનગર) ગામે શામજી ઉર્ફે હીતેષ દિનેશભાઇ બહાપીયા આરોપીના કબ્જા ભોગવટા વાળા રહેણાંક મકાનમાં રેઇડ કરી હતી અને સ્થળ પરથી રૂ 300/-ની કિંમતનો 15 લીટર દેશી પીવાનો દારૂ તથા ભારતીય બનાવટના વિદેશી દારૂ “કિંગ ફિશર સુપર સ્ટ્રોંગ પ્રિમિયમ બીયર” લખેલ 500 એમ.એલ.ની ક્ષમતા વાળા રૂ.600/-ની કિંમતના 6 બીયર ટીન મળી કુલ કિં.રૂ.900/- નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. જયારે આરોપી રેઈડ દરમિયાન ફરાર થઇ જતા તેને પકડવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!