વાંકાનેર તાલુકાના લાલપર ખાતે રહેતા અને ઘરકામ કરતાં મહિલાને તેનો પતિ અને સસરા નાની બાબતોમાં હેરાન પરેશાન કરી કરિયાવર ઓછો લાવી છો તેમ કહી મેણાટોણા મારી શારીરિક અને માનસિક દુઃખ ત્રાસ આપતા હોવાથી જેથી કંટાળી પરણિતાએ મહિલા પોલીસ સ્ટેશનમાં પતિ તથા સસરા વિરુધ્ધ ફરિયાદ દાખલ કરાવી છે.
મળતી માહિતી અનુસાર, વાંકાનેર તાલુકાના લાલપર ખાતે રહેતા ગુલનાજબેન વસીમભાઈ ખોરજીયાને તેમના પતિ વશીમભાઇ યુસુફભાઇ ખોરજીયા અને સસરા યુસુફભાઇ અમીભાઇ ખોરજીયા (રહે બન્ને- ચંદ્રપુર તા-વાંકાનેર જી-મોરબી) અવાર નવાર નાની નાની બાબતોમા પરેશાન કરી તથા કરીયાવર ઓછો લાવી છો તેમ કહી મેણાટોણા મારી શારીરીક અને માનસીક દુ:ખ ત્રાસ આપતા હતાં તેમજ પરણિતાના પતિને ખોટી ચડામણી કરતા સમગ્ર મામલે મહિલા પોલિસ સ્ટેશનમાં પતિ તથા સસરા વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.