મોરબીની પરિણીતાને છેલ્લા બે વર્ષથી સસરા પક્ષ દ્વારા હેરાન કરવામાં આવી રહી હતી. ઘરકામ બાબતે નાની નાની બાબતે મેણાટોણા મારી મારકુટ શારીરીક અને માનસીક દુ:ખ ત્રાસ આપતા આખરે મહિલા કંટાળી સુરેન્દ્રનગરના સાસરિયાઓ વિરૂદ્ધ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે.
મળતી માહિતી અનુસાર, મોરબીના મહેન્દ્રપરા શેરી ન. 21 ખાતે રહેતા પરવીનબેન અકરમભાઇ સુતારને છેલ્લા બે વર્ષથી સસરા પક્ષ દ્વારા હેરાન કરવામાં આવી રહી છે. જેમાં સુરેન્દ્રનગરનાં ઘાંચીવાડ ટાવર રોડ ધાણી કોઢા શેરીમાં રહેતાં પતિ અકરમભાઇ આરીફભાઇ સુતાર, સાસુ નસીમબેન આરીફભાઇ સુતાર, નણંદ મુસ્કાનબેન આરીફભાઇ સુતાર તેમજ મોરબીના વાવડી રોડ રામ પાર્ક -2 બેકરી વાળી શેરીમાં રહેતા નણંદ સોફીયાબેન રમઝાનભાઇ પરમાર દ્વારા ઘરકામ બાબતે નાની નાની બાબતે મેણાટોણા મારી મારકુટ શારીરીક અને માનસીક દુ:ખ ત્રાસ આપતા હોય તેમના વિરૂદ્ધ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.