રાજકોટ રેન્જ આઇ.જી. અશોકકુમાર યાદવે રાજકોટ રેન્જના તમામ જીલ્લામાં પ્રોહિબિશન તથા જુગારની બદી સદંતર નાબુદ થાય તે માટે પ્રોહિબિશન જુગાર ડ્રાઇવનું આયોજન કરેલ હોય જે અન્વયે કામગીરી કરતા દરમિયાન વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા વાંકાનેર બાઉન્ટ્રી ખાતે વાહન ચેકીંગ દરમિયાન રેઢી પડેલ હ્યુન્ડાઇ વર્ના કાર ચેક કરતા કારમાંથી ઈંગ્લીશ દારૂનો જથ્થો મળી આવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર પોલીસ મહાનિરીક્ષક અશોક કુમાર યાદવ અને મોરબી પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીની સૂચનાથી મોરીબી જિલ્લામાં પ્રોહોબિશન તથા જુગારના બદી સદંતર નાબૂદ કરવાની સૂચના આપવામાં આવી હતી, જેને લઈને વાંકાનેર તાલુકા સર્વેલન્સ ટિમ દ્વારા વાંકાનેર બાઉન્ટ્રી ખાતે વાહન ચેકીંગ દરમિયાન સફેદ કલરની GJ-11-S-8188 નંબરની હ્યુન્ડાઇ વર્ના કારનો ચાલાક પોલીસની હાજરી જોઈને કાર રેઢી મૂકી નાશી જતા કાર ચેક કરતા કારમાંથી ઈંગ્લીશ દારૂની રૂ.૪૩,૨૦૦/-ની કિંમતની ૧૦૮ બોટલોનો દારૂનો જથ્થો મળી આવતા પોલીસે દારૂ તેમજ રૂ.૪,૦૦,૦૦૦ની હ્યુન્ડાઇ કાર મળી કુલ રૂ.૪,૪૩,૨૦૦ નો મુદામાલ કબ્જે કરી ફરાર કાર ચાલક સામે ગુન્હો નોંધી વાંકાનેર તાલુકા પોલીસે આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.