મોરબીમાં વ્યાજંકવાદનો વધુ એક બનાવ સામે આવ્યો છે. જેમાં યુવાને વ્યાજે લીધેલ રૂ.૪૦,૦૦૦/- વ્યાજ સહીત પરત આપી દીધા હોવા છતાં વ્યાજખોરે યુવકનાં ઘરે જઈ ધમકાવી વધુ રૂપિયા પડાવવા પઠાણી ઉઘરાણી કરતા સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, મોરબીનાં લીલાપર (પ્રકાશનગર) ખાતે રહેતા હરેશભાઈ માવજીભાઈ જાદવ નામના યુવકે પ્રફુલભાઈ બચુભાઈ સોલંકી (રહે. મચ્છોનગર ( રફાળેશ્વર ) તા-જી મોરબી) પાસેથી રૂ.૪૦,૦૦૦/- પાંચ ટકા વ્યાજવા લીધેલ જે રૂપીયા તથા પાંચ ટકા લેખે વ્યાજ યુવકે આપી દીધેલ હોય તેમ છતા વ્યાજખોરે યુવકના ઘરે રૂબરૂ જઇ રૂપિયાની ઉઘરાણી કરી ગાળો બોલી તેમજ આરોપીએ ફરીયાદીને ફોન કરી બળજબરીથી મુદલ તથા વ્યાજના રકમની પઠાણી ઉઘરાણી કરતા સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.