વાંકાનેર મોરબી નેશનલ હાઇવે રોડ નર્સરી ચોકડી પાસે રોગ સાઇડમા પુરઝડપે જતી આઇશરના ચાલકે મોટર સાયકલને અડફેટે લેતાં બે યુવાનોને ઇજા પહોંચી હતી. જેથી તેઓને સારવાર સર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં એક યુવાનનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જે સમગ્ર મામલે વાંકાનેર પોલીસે આઇશર ચાલક સામે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, ગત તા.૦૬/૦૮/૨૦૨૩ ના સાંજના સમયે વાંકાનેર મોરબી નેશનલ હાઇવે રોડ નર્સરી ચોકડી પાસેથી ફરિયાદી રાજેશભાઇ પ્રભુભાઇ પઢારીયાનો દીકરો દીપક તથા તેની સાથે રહેલ દશરથ મોટર સાયકલ લઈને જઈ રહ્યા હતા ત્યારે આરોપીએ પોતાના હવાલાવાળુ GJ-03-BY-1743 નંબરનુ આઇશર રોગ સાઇડમા પુરઝડપે અને બેફીકરાઇથી મનુષ્યની જીદગી જોખમાય તે રીતે ચલાવી દીપક તથા દશરથને તેમની GJ-03-EN-2934 નંબરની મોટર સાયકલ સહીત સામેથી હડફેટે લઇ નાશી ગયો હતો. ત્યારે બનાવમાં દીપકને માથના ભાગે તથા ડાબા પગે ગંભીર ઇજા તથા ડાબા હાથે ઇજા થતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ચાલુ સારવાર દરમ્યાન દીપકનું મોત નીપજ્યું હતું અને સાથે રહેલ દશરથને ડાબા પગે ફેકચર થયું હતું. જે સમગ્ર મામલે મૃતકના પિતા દ્વારા વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવવામાં આવી છે.