મોરબી સીટી એ ડિવીઝન પોલીસની ટીમે બાતમીનાં આધારે શનાળા રોડ જયદીપ ચોક પાસે બંશી પાનની દુકાનમાથી એક શખ્સને વિદેશી દારૂના જથ્થા સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, મોરબી સીટી એ ડિવીઝન પોલીસની ટીમ ગઈકાલે પેટ્રોલિંગમાં હતી. ત્યારે તેઓને બાતમી મળી હતી કે, દિલીપભાઈ રમેશભાઈ મકવાણા નામનો શખ્સ પોતાની મોરબી શનાળા રોડ જયદીપ ચોક પાસે બંશી પાનની દુકાનમા વિદેશી દારૂનો જથ્થો છુપાડી રાખી ખાનગી રીતે તેનું વેચાણ કરે છે. જે હકીકતના આધારે પોલીસે સ્થળ પર રેઈડ કરી આરોપી દિલીપભાઈ રમેશભાઈ મકવાણા (રહે લાઈન્સનગર મોરબી)ને ભારતીય બનાવટની વિદેશી દારૂની ઓલ સેસન્સ ગોલ્ડન કલેકશન રિઝર્વ વ્હીસ્કીની રૂ.૨૪૦૦/-ની કિંમતની ૮ બોટલનાં મુદામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.









