બગદાણા પોલીસ મથકમાં થયેલ નોંધ મુજબ નિતા બેન રાજુ ભાઈ ચોટીય (દેવી પૂજક ,ઉ. વ.૫૫) વાળા સર્ટિ હોસ્પિટલ ભાવનગર ખાતે સારવાર માં હોય તે દરમિયાન તેઓનું મોત થયેલ છે.મૃતક મહિલાએ સારવાર ચાલુ હતી ત્યારે પોતાનું નામ નીતાબેન રાજુ ભાઈ ચોટીય હોવાનું જણાવેલ અને મોરબીના રહેવાસી હોવાનું જણાવેલ હતું.જેથી બગદાણા પોલીસ દ્વારા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકને જાણ કરી હતી.જેથી મોરબી સીટી એ ડિવિઝન પોલીસ દ્વારા ઉપરોક્ત મહિલા ના વાલી વારસ ની શોધખોળ હાથ ધરવામાં આવી હતી.પરંતુ શોધખોળ કરવા છતાં મૃતક મહિલાના વાલી વારસ મળી આવ્યા ન હતા.જેથી ઉપરોક્ત નામવાળી મહિલાને કોઈ ઓળખતા હોય તો બગદાણા પોલીસ સ્ટેશન ના ટેલિફોન નંબર ૦૨૮૪૪- ૨૮૪૪૩૩ અથવા મોબાઈલ નંબર ૯૮૯૮૪૧૬૧૬૭ પર સંપર્ક કરવા બગદાણા પોલીસ ની યાદીમાં જણાવાયું છે.