Sunday, November 17, 2024
HomeGujaratમોરબીના જડેશ્વર ખાતે યોજાતા ભાતીગળ મેળાને કૃષિ મંત્રીના હસ્તે ખુલ્લો મુકાયો

મોરબીના જડેશ્વર ખાતે યોજાતા ભાતીગળ મેળાને કૃષિ મંત્રીના હસ્તે ખુલ્લો મુકાયો

મોરબી જિલ્લામાં વાંકાનેર તાલુકાના જડેશ્વર ખાતે આવેલા જડેશ્વર મહાદેવ મંદિરના સાનિધ્યમાં કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્ય ઉદ્યોગ, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલે ભાતીગળ મેળાનો શુભારંભ કરાવ્યો હતો.

- Advertisement -
- Advertisement -

આ પ્રસંગે મંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે, ૭૦૦ વર્ષ પૂર્વે અહીં જડેશ્વર મહાદેવની સ્વયંભૂ સ્થાપના થઈ છે. ત્યારે વર્ષોથી અહીં આ લોકમેળો યોજાય છે. જડેશ્વર મહાદેવના મંદિરે લાખો દર્શનાર્થીઓ દર્શન માટે આવે છે. વધુમાં મંત્રી જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર પંથકમાં પાછોતરો વરસાદ ખેંચાયો છે ત્યારે જડેશ્વર દાદાના શરણે એવી પ્રાર્થના કરું છું કે, સમયસર સૌરાષ્ટ્ર સહિત સમગ્ર પંથકમાં જરૂરિયાત અનુસાર વરસાદ થાય. વધુમાં દેશની શાંતિ, સુખ અને સમૃદ્ધિ માટે આપણને સૌને શક્તિ ને બુદ્ધિ આપે તેવી પ્રાર્થના પણ કરું છું. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ભારતને વિશ્વ ગુરૂ બનાવવા માટે અને દેશની સંસ્કૃતિ તેમજ ધરોહરને ટકાવી રાખવા માટે સતત પ્રયત્નશીલ છે. ત્યારે આપણે સૌ પણ આ કાર્યમાં યથાયોગ્ય સહકાર આપીએ.

આ પ્રસંગે સર્વે ઉપસ્થિતોએ જડેશ્વર મંદિર ખાતે મન કી બાત નો કાર્યક્રમ નિહાળ્યો હતો.
આ પ્રસંગે મંત્રી સાથે સાંસદ મોહનભાઈ કુંડારિયા, રાજ્ય સભાના સાંસદ કેશરીદેવસિંહજી ઝાલા, પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજા, શ્રી સ્વયંભુ જડેશ્વર મહાદેવ મંદિરના મહંત રતિલાલજી મહારાજ અને જીતેન્દ્રજી મહારાજ, વાંકાનેર પ્રાંત અધિકારી એ. એચ. શીરેશિયા, અગ્રણી રણછોડભાઈ દલવાડી અને નરેન્દ્રસિંહ ઝાલા, કોઠારિયા ગામના સરપંચ કિશોરસિંહ ઝાલા સહિત આજુબાજુ ગામના સરપંચ અને નાગરિકો તેમજ બહોળી સંખ્યામાં દર્શનાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!