હાલના સમયમાં વિદ્યાર્થીઓને ભણવામાં સૌથી અઘરો વિષય લાગતો હોય તો તે છે ગણિત ત્યારે મોરબીના રમણ સાયન્સ એન્ડ ટેક્નોલોજી ફાઉન્ડેશનના ચેરમેન ડો. ચંદ્રમૌલિ જોષીએ વિદ્યાર્થીઓને “ગણિત સજા નહી પણ મજા છે” એ થીમ પર રમતા રમતા ગણિતનો સેમિનાર લીધો હતો.
દુનિયાના ૨૧ દેશોમાં ગણિત ભણાવી ચુકેલા, ભારતના મહાન ગણિતશાસ્ત્રી અને રમણ સાયન્સ એન્ડ ટેક્નોલોજી ફાઉન્ડેશનના ચેરમેન ડો. ચંદ્રમૌલિ જોષીએ હળવદની તક્ષશિલા સંકુલના વિદ્યાર્થીઓને “ગણિત સજા નહી પણ મજા છે” એ થીમ પર રમતા રમતા ગણિતનો સેમિનાર લીધો હતો. આ સાથે સરવાળા, બાદબાકી,ઘાત, ઘાતાંક વગેરેના દાખલા સરળતાથી કેવી રીતે કરી શકાય તેવી વૈદિક અને બેઝિક મેથ્સની વિવિધ ટ્રીક જોષીએ શીખવી હતી. એ સિવાય ચંદ્રાયન-૩ વિશે યોજાયેલ ક્વિઝના વિજેતાને ઇનામો આપી પ્રોત્સાહિત કર્યા હતા. નેશનલ કાઉન્સિલ ટીચર સાયન્ટિસ્ટ સંસ્થાના ચેરમેન ડો. ચંદ્રમૌલિ જોષીના વરદ હસ્તે ચંદ્રાયન વિશેની એક ક્વિઝના વિજેતા જુનિયર કેટગરીના એરવાડિયા યુગ, ઇન્દરીયા કુલદીપ, સુરાહી આશિષ, મકવાણા ઉમંગ, વિંજવાડિયા ભાવિકા, આકરીયા લીલા, સબ જુનિયર કેટગરીના દેલવાડિયા શ્રધ્ધા, ભુન્ડિયા ઈચ્છા, ભાલીયા હરેશ, શિહોરા આનંદ, પટેલ હેત,વિડજા મૈત્રી,સાદરિયા વિજય, કલાડીયા હાર્દિકે જ્યારે સીનીયર કેટેગરીના ભરત, વિશાલ,રાઠોડ લલિત,બપોદરિયા વેદ, રાઠોડ સાગર, સોલંકી કુશ, દેકવાડિયા કેતન, સોલંકી રોહનને ગોલ્ડ અને સિલ્વર મેડલ આપી પ્રોત્સાહિત કર્યા હતા.