જર, જમીન અને જોરૂ ત્રણેય કજિયાનાં છોરું કહેવત સાર્થક કરતી ઘટના વાંકાનેરમાંથી સામે આવી છે. જેમાં યુવકને એક પરણિતા સાથે પ્રેમ સંબંધ હોય જેનો ખાર રાખી પરણિતાનાં પતિ સહીત ચાર શખ્સો દ્વારા યુવક પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. જે બનાવમાં યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ જતા તેને સારવારમાં ખસેડવામાં આવ્યો હતો. તેમજ સમગ્ર મામલે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવવામાં આવી હતી.
મળતી માહિતી અનુસાર,વાંકાનેરનાં કેરાળા ગામે રાહત રફીકભાઇ ઇબ્રાહીમભાઇ શેખ નામના યુવકને ભાવેશભાઇ પ્રજાપતીના પત્ની ભુમિકાબેન સાથે પ્રેમસંબંધ હોય તેનો ખાર રાખી જૈમિનભાઈ (રહે-રાજકોટ), ભાવેશભાઈ પ્રજાપતિ (રહે.વાંકાનેર જીનપરા જી.મોરબી) તથા તેમની સાથે રહેલ બે અજાણ્યા આરોપીઓએ લાકડાના ધોકાવતી યુવકને ડાબા પગે સાથળના ભાગે માર મારી પગમાં ફ્રેકચર જેવી ગંભીર ઇજા કરી તેમજ વાંસાના ભાગે લાકડાના ધોકાવતી મુંઢમાર મારી તેમજ માંથાના ભાગે ઢીક્કા મારી મુંઢ ઇજા પહોંચાડી તેમજ જમણા પગે સાથળના ભાગે માર મારી મુંઢ ઇજા પહોંચાડી તેમજ લાફા મારી તેમજ કમરપટ્ટા તથા ચંપલવતી મોઢાના ભાગે ગાલ પર તથા બંને આંખ પર મારમારી મુંઢ ઇજા પહોંચાડી તેમજ આ કામના આરોપીઓના હાથમાં પહેરેલ કડુ માંથાના ભાગે જમણી બાજુ વાગી જતા સામાન્ય ઇજા પહોચતા યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. જે સમગ્ર મામલે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.