શ્રાવણ માસ ચાલુ થાય એટલે ભક્તો સાથે જુગારીઓને પણ મોસમ આવી હોય એમ જુગાર રમવા બેસી જતા હોય છે. ત્યારે મોરબીમાં જુગારીઓ પર અંકુશ લાવવા મોરબી જિલ્લા પોલીસ એક બાદ એક રેઈડ કરી રહી છે. જેમાં મોરબી જિલ્લા પોલીસે ગઈકાલે ત્રણ સ્થળોએ રેઈડ કરી ૮ મહિલા સહીત ૧૯ પત્તાપ્રેમીઓને પકડી પાડ્યા હતા.
પ્રથમ દરોડામાં, મોરબી સીટી એ ડિવીઝન પોલીસની ટીમ દ્વારા મોરબી મહેન્દ્રપરા શેરી નં.૧૨-૧૩ ખાતે રેઈડ કરવામાં આવી હતી અને સ્થળ પર જાહેરમાં ગંજીપતાના પાના વડે પૈસાની હારજીતનો તીનપતી રોન પોલીસનો જુગાર રમતી પાયલબેન સુરેશભાઇ રાઠોડ (રહે.મહેન્દ્રપરા ૧૨-૧૩ ની વચ્ચે મોરબી), દક્ષાબેન લાલજીભાઇ નકુમ (રહે.મહેન્દ્રપરા ૧૨-૧૩ ની વચ્ચે મોરબી), રજીયાબેન રફીકભાઇ ઉમરેટીયા (રહે.માધાપર શેરી નં.૦૬ મોરબી), ઉમાબેન નરોતમભાઇ સાલવાણી (રહે. રહે.મહેન્દ્રપરા ૧૨-૧૩ ની વચ્ચે મોરબી), સકીનાબેન રહીમભાઇ રાઉમા (રહે.ભારતપરા મફતીયુપરૂ પંચાસર રોડ મોરબી), કંચનબેન નટુભાઇ પંચાસરા (રહે.ભારતપરા શેરી નં.૦૨ પંચાસર રોડ મોરબી), સરોજબેન કિશોરભાઇ પંચાસરા (રહે.ભારતપરા શેરી નં.૦૨ પંચાસર રોડ મોરબી), ઝરીનાબેન જાનમામદ સંધવાણી (રહે.ગણેશનગર વાવડીરોડ મોરબી) નામની મહિલાઓને ઝડપી પાડી તેમની પાસેથી રોકડા રૂપીયા-૫,૫૬૦/-નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.
બીજા દરોડામાં, મોરબી સીટી બી ડિવીઝન પોલીસની ટીમ ગઈકાલે પેટ્રોલિંગમાં હતી. ત્યારે તેઓને બાતમી મળી હતી કે, વીસીપરા રમેશ કોટન મીલના ગેઇટ પાસે જાહેરમાં અમુક શખ્સો ગંજીપતાના પાના વડે પૈસાની હારજીતનો તીનપતી રોન પોલીસનો જુગાર રમી રહ્યા છે. જે હકીકતના આધારે પોલીસે સ્થળ પર રેઈડ કરી અબ્દુલશા અલારખાશા રફાઇ (રહે.વીસીપરા રમેશ કોટન મીલના ગેઇટની અંદર મોરબી), સીરાજશા અબ્દુલશા રફાઇ (રહે.વીસીપરા રમેશ કોટન મીલના ગેઇટની અંદર મોરબી) તથા ઇબ્રાહીમશા ઓસમાણશા રફાઇ (રહે.વીસીપરા રેલ્વે સ્ટેશન પાછળ ખાડામાં મોરબી) નામના શખ્સોને પકડી પાડી રોકડા રૂપીયા-૧૯૪૦/-નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ત્રીજા દરોડામાં, હળવદ તાલુકાના શક્તિનગર ગામના સ્મશાનની પાછળના ભાગે આવેલ પ્લોટીંગમાં હળવદ પોલીસ દ્વારા જુગારની રેઈડ કરવામાં આવી હતી અને સ્થળ પરથી શરીફભાઈ મોહમદભાઇ ફકીર (રહે. ભવાનીનગર ઢોરો હળવદ તા.હળવદ જી.મોરબી), ઈકબાલભાઇ મુસાભાઇ મમાણી (રહે.ખાટકીવાસ ધ્રાંગધ્રા તા. ધ્રાંગધ્રા જી.સુરેન્દ્રનગર), રજાકભાઇ અકબરભાઈ જંગરી (રહે.જંગરીવાસ હળવદ તા.હળવદ જી.મોરબી), સુરેશભાઇ વિનુભાઈ વાઘેલા (રહે.હળવદ ત્રણ રસ્તા પાસે તા.હળવદ જી.મોરબી), નાનજીભાઈ માલાભાઈ વાઘેલા (રહે.બી.એસ.એન.એલ. એક્ષચેન્જની સામે હળવદ જી.મોરબી), મનસુખભાઈ લીલાભાઇ ગોહીલ (રહે.ભવાનીનગર ઢોરો હળવદ તા.હળવદ જી.મોરબી) તથા હસમુખભાઇ પ્રભુભાઇ ગડેશીયા (રહે. કુંભાર દરવાજા રામદેવપીરના મંદિર પાસે તા.હળવદ જી.મોરબી) નામના શખ્સોની રોકડ રૂ.૩૦,૭૦૦/-નાં મુદ્દામાલ સાથે અટકાયત કરી છે. જયારે ગટીયો વાઘરી (રહે.ભવાનીનગર ઢોરામાં હળવદ તા.હળવદ જી.મોરબી) નામનો શખ્સ સ્થળ પરથી ફરાર થઇ જતા પોલીસે તેનો પીછો કરી આરોપીની અટકાયત કરી છે.