મોરબીનાં સરદાર પટેલ રોડથી બાયપાસ સુધીના માર્ગ પર ખુબ લાંબા સમય થી ટ્રાફિકની સમસ્યા હોય જેનું નિવારણ કરવા આ માર્ગ પર ઓવેરબ્રીજ મંજુર કરવા ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશન દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે.
ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી. બાવરવા દ્વારા મુખ્યમંત્રીને લખવામાં આવેલ પત્રમાં જણાવવામાં આવ્યું હતું કે, મોરબી બાયપાસથી રફાળેશ્વર નેશનલ હાઇવેને જોડતો જે રોડ આવેલ છે. તે રોડ પર મોરબીમાં બનાવામાં આવેલ એસ.પી. રોડથી બાયપાસ સુધી દરરોજ સવારે તેમજ સાંજે ટ્રાફિક થાય છે, અને લોકોને પોતાના નિર્ધારિત સ્થળે પહોચતા એક કલાક જેટલો વધારે સમય લાગે છે. સવારમાં સ્કુલે જતા બાળકો પોતાની સ્કુલે મોડા પહોચે છે. તો કોઈ બીમાર માણસને પણ હોસ્પિટલ પહોચતા વાર લાગે છે. આ સમસ્યાનું નિવારણ કરવું ખુબ જ જરૂરી છે. તો આ માટે ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશન દ્વારા માંગણી કરવામાં આવી છે કે, મોરબી બાયપાસથી એસ.પી. રોડ સુધીનો એક મોટો ઓવેર બ્રીજ બનાવવામાં જો આવે તો આ સમસ્યાનું નિવારણ કાયમી ધોરણે થશે તેવું છે. જો આવું કરવામાં આવશે. તો મોરબીની જનતા માટે આ એક આર્શીર્વાદ દાયક નિર્ણય હશે. તેવું ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી. બાવરવા દ્વારા મુખ્યમંત્રીને લખવામાં આવેલ પત્રમાં જણાવવામાં આવ્યું હતું.