હક સ્ટીલ્સ એન્ડ મેટાલીકસ લી. ફેકટરી સામખીયારીથી ૩૨,૪૩૦ કિલો વજન ભરેલ લોખંડના સળીયા ભરી ટ્રક ટ્રેઇલરનો ડ્રાઈવર સીલ્પ સેરેન સીલ્પ ઓન પ્રોજેકટ સીલજ ક્રોસરોડ એસ.પી.રીંગરોડ અમદાવાદ ખાતે ખાલી કરવા જતો હતો. તે જથ્થામાથી ટ્રકમાથી ટ્રક ટ્રેઈલર ડ્રાઈવર સહીત ત્રણ શખ્સોએ કુલ ૧૦૪૦ કીલોના રૂ. ૫૭,૨૦૦/-ના લોખંડના સળીયાની ચોરી કરી ફરાર થઈ જતા સમગ્ર મામલે હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.
મળતી માહિતી અનુસાર, હળવદ તરફની રોડ સાઇડમા સુસવાવ ગામના પાટીયા પાસે હરેન્દ્રસીંહ બલવંતસીંહ ઝાલા નામના ફરીયાદીની માલીકીના GJ-12-AY-1074 નંબરનાં ટ્રક ટ્રેઇલરમા હક સ્ટીલ્સ એન્ડ મેટાલીકસ લી. ફેકટરી સામખીયારીથી 32,430 કિલો વજન ભરેલ લોખંડના સળીયા ભરી હરગોવીંદદાસ બેચરદાસ પટેલ સીલ્પ સેરેન સીલ્પ ઓન પ્રોજેકટ સીલજ ક્રોસરોડ એસ.પી.રીંગ રોડ અમદાવાદ ખાતે ખાલી કરવા જતો હતો તે જથ્થામાથી ટ્રકમાથી M.S.BAR(TMT) 08 mm લોખંડની 13 ભારીઓ જેમાં એક ભારીનુ વજન 80 કીલો એમ 13 ભારીનુ કુલ વજન 1040 કીલો જેટલુ એક કીલો લોખંડના રૂ. 55/- લેખે ગણી કુલ 1040 કીલોની કિંમત રૂ.57,200/- લોખંડના સળીયા ટ્રક ટ્રેઈલરના ડ્રાઈવર સમુન્દ્રસીંગ ભાદુસીંગ રાવત તથા લલીતભાઈ ધરમશીભાઈ પરમાર તથા બનાવ સ્થળ ઉપરથી નાશી ગયેલ ત્રણ અજાણ્યા માણસો જેઓના નામ સરનામા જાણવા મળેલ નથી તેઓ તમામે ગુનાહીત કાવતરૂ રચી લોખંડના સળીયાના જથ્થાની છળકપટથી ચોરી કરી કરાવી એકબીજાની મદદગારી કરી શેઠ માલીક ટ્રાન્સપોર્ટરે કંપનીમાથી લેાખંડના સળીયાનો જથ્થો લોડીંગ કરાવી નિયત સ્થળે પહોચાડવા સુપરત કરેલ જે લોખંડનો જથ્થો ડ્રાઇવર તથા આરોપીઓએ ગુનાહીત લાભ લેવા સારૂ નિયત સ્થળે ન પહોચાડી ગુનાહીત વિશ્વાસધાત કરી ચોરી કરતા તેના વિરૂદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાતા પોલીસે તેમના પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.