મોરબી માળીયા મિયાણાના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાને પ્રદેશ ભાજપ તરફથી જામનગર જિલ્લાની નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના નવી ટર્મ માટેના પદાધિકારીઓની પસંદગી અંગેની પેનલના નિરીક્ષક તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. ત્યારે જામનગર નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના અપેક્ષિત આગેવાનો, ધારાસભ્યો, સંસદ સભ્ય અને મંત્રી સાથે ચર્ચા વિચારણા કરી આગામી ટિમ માટે પસંદ કરવાના હોદેદારો અંગેની સેન્સ પ્રક્રિયામાં સામેલ થઈને જામનગર જિલ્લા સંકલન બેઠકમાં હાજરી આપશે.
જામનગર જિલ્લા માટેની જવાબદારી પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાને પ્રદેશ પ્રમુખ અને સંગઠન મહામંત્રીએ તેમને સોંપેલ છે. જે જવાબદારી તેઓ મહામંત્રી રજનીભાઈ પટેલ સાથે નિભાવી રહ્યા છે. તે ઉપરાંત પણ તેમને સરકારના પ્રશિક્ષણ વર્ગમાં રાજ્યના 17 જેટલા જિલ્લા પંચાયતોમાં સભ્યોને પંચાયતી રાજ, કાનૂન બજેટ વગેરેની સમજણ આપવા માટે પણ પ્રયાસ ખેડ્યો હતો. તે ઉપરાંત મોરબી તાલુકા મંડળ અને જિલ્લા ભાજપ કાર્યાલયમાં ઉપસ્થિત રહીને સંગઠન અને સેવાની કામગીરી પણ નિભાવી રહ્યા છે. ત્યારે પ્રદેશ ભાજપ તરફથી વધુ એક જવાબદારી સોંપવામાં આવી છે.