શ્રાવણ માસ ચાલુ થાય એટલે ભક્તો સાથે જુગારીઓને પણ મોસમ આવી હોય એમ જુગાર રમવા બેસી જતા હોય છે. ત્યારે મોરબીમાં જુગારીઓ પર અંકુશ લાવવા મોરબી જિલ્લા પોલીસ એક બાદ એક રેઈડ કરી રહી છે. ત્યારે આજે મોરબી અને વાંકાનેરમાં જુગારધામો પર પોલીસે સખ્ત કાર્યવાહી કરી ચાર જગ્યાએ દરોડા પાડી ૭ લાખથી વધુની રોકડ સાથે ૨૯ જુગારીઓને પકડી પાડ્યા છે.
પ્રથમ દરોડામાં, મોરબી તાલુકા પોલીસ દ્વારા મોરબીના પીપળી ગામે ઉમા રેસિડેંસી સોસાયટીમાં જુગારધામ પર દરોડો પાડવામાં આવ્યો હતો અને રહેણાંક મકાનમાં જુગાર રમતા મુકેશ મેથાણીયા, શૈલેષ સાણંદિયા, મહેશ ચંદ્રાલા, શરદ વડગાસિયા, નીતિન પરેચા, ભૂમિત કાનેટીયા, ચિરાગ સોખરિયા, સવજી સરડવા અને રામદેવ ધોરુની ધરપકડ કરી તેમની પાસેથી મોરબી તાલુકા પોલીસે રૂપિયા ૧,૦૫,૪૪૦ ની રોકડ રકમ કબજે કરી કાર્યવાહી હાથ ધરી હતી.
બીજા દરોડામાં, મોરબીના પીપળી ગામે અમરનાથ સોસાયટીમાં મોરબી એલ.સી.બી. પોલીસે બાતમીનાં આધારે દરોડો પાડી જુગાર રમતા પાંચ મહિલાઓ સાથે દસ જુગારીઓને ઝડપી પાડ્યા હતા. તેમજ અજય પાનસુરિયા, પ્રહલાદ ભરમાણી, અજિત બણોધરા, પાલા ગાગીયા, દશરથ ઝિંઝવાડીયા, શિલ્પા મજેઠીયા, શારદા પાનસુરીયા, મંજુ ભરમાણી, જનકબેન બણોધરા અને પીનલ કુંડારિયા પાસેથી પોલીસે રોકડ રૂપિયા ૭૭,૨૦૦/-નો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી હતી.
ત્રીજા દરોડામાં, મોરબી સીટી એ ડિવિઝન પોલીસે બાતમીના આધારે અનુસૂચિત જાતિવાસમાંથી ગેરકાયદેસર રીતે ગંજીપતા વડે પૈસાની હારજીતનો તીન પતીનો રોન પોલીસનો જુગાર રમતા રફીક શાહમદાર, વિજય રાઠોડ, બશીર ચાનીયા, રવી વાણિયા, કારા સોલંકી, નરેન્દ્ર વાઘેલા અને અજય પરમાર નામના શખ્સોને પકડી પાડ્યા હતા. અને તેમની પાસેથી પોલીસે રોકડ રૂ.૮૧,૫૦૦/-નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
ચોથા દરોડામાં, વાંકાનેર સીટી વિસ્તારમાં જાલીગામ વાળો રમેશભાઈ ઉર્ફે મગનભાઈ રૂપાભાઇ તેની કબ્જા ભોગવટા વાળી હસનપર ગામની સીમમાં જાગી જવાના માર્ગે આવેલ વાડીની ઓરડીમાં બહારથી માણસો બોલાવી જુગારની ક્લબ ચલાવી રહ્યો જેની પોલીસેને ચોક્કસ બાતમી મળતા પોલીસે રેઇડ કરતા કુલ ૮ ઈસમો જુગાર રમતા હોય જે પૈકી જયંતીભાઈ રાઘવભાઈ ચૌહાણ, સંજયભાઈ લીંબાભાઈ બાબુતર, મોમભાઇ નાથાભાઈ ડાભી, નરેન્દ્રભાઈ ઉર્ફે હકો દિલાભાઈ અસ્વાર અને રમેશભાઈ ઉર્ફે મગનભાઈ રૂપાભાઇ રંગપરા નાશી ગયા હતા. જયારે બાબુભાઇ માધાભાઇ ભરવાડ, ખોડાભાઈ વિઠ્ઠલભાઈ પટેલ અને પ્રતિકસિંહ ઉર્ફે પીન્ટુ જનકસિંહ ક્ષત્રિય ત્રણેય આરોપીને કુલ 4,45,000 /-ના મુદામાલ સાથે અટકાયત કરી તેના વિરુદ્ધ ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.