ગત તા.૩૦/૦૮/૨૦૨૩ ના રોજ રાત્રીના સમયે હળવદ તાલુકાના મેરૂપર ગામની સીમમાં ખુનનો ગુનો બનવા પામેલ હોય જેના ફરીયાદી નાનકાભાઇ દેવલાભાઇ ચૌહાણ (રહે. ચાનપુર તા.ચાનપુર જી.અલીરાજપુર (એમ.પી.))એ હળવદ પોલીસ સ્ટેશન આવી પોતાની ફરીયાદ જાહેર કરતા સમગ્ર મામલે મોરબી ક્રાઇમ બ્રાંચ તથા હળવદ પોલીસ દ્વારા છુટા પથ્થરોના ઘા મારી ખુનના ગુનાને અંજામ આપનાર ત્રણ આરોપીઓને ગણતરીના કલાકોમાં હસ્તગત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી માહિતી અનુસાર, નાનકાભાઇ દેવલાભાઇ ચૌહાણ (રહે. ચાનપુર તા.ચાનપુર જી.અલીરાજપુર (એમ.પી.))એ હળવદ પોલીસ સ્ટેશનમાં પોતાની ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, પોતાનુ મોટર સાયકલ આરોપી છીતુભાઇના મોટર સાયકલ સાથે અથડાયેલ હોય જેની નુકશાનીના રૂ.૫૦૦/- આરોપીઓએ ફરીયાદી પાસે માંગેલ જે રૂપીયા ફરીયાદીએ નહી આપતા તેનુ મનદુખ રાખી ફરીયાદીની ગેરહાજરીમાં તેના પત્ની કાંતાબેન તથા ફરિયાદીના પીતા દેવલાભાઇ સાથે આરોપીઓ ભીખલીયાભાઇ કીકરીયા તથા ચંદુભાઇ જુબટીયાભાઇ તથા છીતુભાઇ જુબટીયાભાઇએ સાહેદ કાંતાબેન તથા દેવલાભાઇ સાથે બોલાચાલી ઝઘડો કરી આરોપીઓએ છુટા પથ્થરોના ઘા કરી ફરિયાદીના પત્ની સાહેદ કાંતાબેનને જમણા પગે ઇજા કરી તેમજ પિતા દેવલાભાઇને મોઢા, કપાળ, તથા પીઠના ભાગે છુટા પથ્થરો મારી ગંભીર ઇજાઓ કરી મોત નિપજાવી ગુનો કરી નાશી ગયેલ હોય જે બાબતે નાનકાભાઇ દેવલાભાઇ ચૌહાણએ નોંધાવતા આગળની તપાસ હળવદ પોલીસ સ્ટેશનના પી.આઇ. કે.એમ.છાસીયાનાઓએ સંભાળેલ હતી.
ગુન્હાની ગંભીરતાને ધ્યાને લઇ આરોપીને શોધી કાઢવા બાબતે રાજકોટ રેન્જ આઇ.જી. અશોકકુમાર યાદવએ મોરબી જિલ્લા એસ.પી. રાહુલ ત્રિપાઠીને સુચના આપતા તેઓ તથા ડી.વાય.એસ.પી. પી.એ. ઝાલાની સુચના અને જરૂરી માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચ પી.આઈ. ડી.એમ.ઢોલ, હળવદ પોલીસ સ્ટેશનનાં પી.આઈ કે.એમ. છાસીયા તથા પીએસઆઇ કે.એચ.ભોચીયા, એ.ડી.જાડેજા તથા એલ.સી.બી. પેરોલ ફર્લો સ્કવોડ/ ટેકનીકલ સ્ટાફ તથા હળવદ પોલીસ સ્ટેશનના સ્ટાફના માણસોની અલગ અલગ ટીમો બનાવી અલગ અલગ દિશામાં બનાવમાં સંડોવાયેલ આરોપીઓને તાત્કાલિક હસ્તગત કરવા સારૂ પ્રયત્નો હાથ ધરેલ હતા. જે દરમ્યાન ગુનાને અંજામ આપનાર મુખ્ય આરોપી ભીખલીયાભાઇ લગસીંહ કીકરીયા (રહે. ચોકી તા.ચાનપુર જી.અલીરાજપુર (એમ.પી.)) ઘુટ્ટુ ગામની સીમમાં હોવાની મોરબી એલ.સી.બી.ના સ્ટાફના માણસોને હ્યુમન સોર્સીસ તથા ટેકનીક માધ્યમ મારફતે હકિકત મળતા આરોપી હસ્તગત કરેલ તેમજ સહ આરોપીઓ ચંદુભાઇ જુબીયાભાઇ ધાનુક તથા છીતુભાઇ જુબટીયાભાઇ ધાનુક (રહે. બન્ને ડુંગરગામ જાંબલી ફળીયુ તા.ચાનપુર જી.અલીરાજપુર(એમ.પી.))ને હળવદ પોલીસ સ્ટાફના માણસો દ્વારા ગણતરીના કલાકોમાં હસ્તગત કરી અટક કરવાની આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.