મોરબી નગરપાલિકા દ્વારા આજે મચ્છીપીઠ વિસ્તારમાં ડીમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું.જેમાં ગેરકાયદેસર ખડકાયેલા છાપરા,દુકાનો, અને ઓટલા તેમજ અન્ય નાના મોટા બાંધકામો તોડી પાડવામાં આવ્યા હતા.તેમજ આ કામગરી દરમિયાન મોરબી પોલીસના અધિકારીઓ અને કર્મચારીઓ તેમજ સશસ્ત્ર પોલીસ જવાનો સહિત ૭૦ થી વધુ પોલીસ જવાનોનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.
મોરબી માં ટ્રાફિક સમસ્યા ચરમ સીમા પર છે ત્યારે જાહેર રોડ રસ્તા પર ખડકાયેલા દબાણો પર હવે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.જેમાં દસ દિવસ પહેલા મોરબી નગરપાલિકા દ્વારા મચ્છી પીઠ વિસ્તારમાં દબાણ કારોને દબાણો સ્વેચ્છાએ દૂર કરી લેવા માટે નોટિસ આપવામાં આવી હતી.છતાં પણ દબાણ ન હતવતા અંતે મોરબી નગરપાલિકાએ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ અને સશસ્ત્ર પોલીસ જવાનો સહિત ૭૦ થી વધુ પોલીસ ના ચુસ્ત બંદોબસ્ત સાથે આજે સવારથી ડીમોલિશન ની પ્રક્રિયા હાથ ધરી હતી.અને ગેરકાયદેસર રીતે ખડકાયેલા ઓટલા ,છાપરા અને અન્ય નાનામોટા બાંધકામો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું.