મોરબીની ઝૂલતા પુલ દુર્ઘટના ના મૃતકોની આત્માની શાંતિ માટે વાવડી ગામે કબીર આશ્રમ ખાતે આગામી ૧ ઓક્ટોબર કથાકાર મોરારી બાપુની રામકથા નુ આયોજન થનાર છે જેની વ્યવસ્થાના ભાગરૂપે આજે અલગ અલગ સમિતિઓની રચના કરવામાં આવી હતી.અને આ તકે સાંસદ મોહનભાઈ કુંડારિયા તેમજ કબીર આશ્રમના મહંત શિવરામ દાસ બાપુ અને ટંકારા ધારાસભ્ય દુર્લભજી ભાઈ દેથરિયા ઉપસ્થિત રહ્યા હતા.
મોરબીમાં ઝૂલતા પુલ દુર્ઘટનામાં ૧૩૫ લોકોના મોત થયા હતા જેમાં અનેક લોકોએ શ્રધાંજલિ પાઠવી હતી.અને રામ કથાકાર મોરારી બાપુ પણ મોરબી આવ્યા હતા અને શોક સભામાં ઉપસ્થિત રહીને ઝૂલતા પુલ દુર્ઘટનાના મૃતકોની આત્માની શાંતિ માટે રામકથા કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.જેને લઇને ત્યાં હાજર સાંસદ મોહનભાઈ કુંડારિયા એ આ રામકથાનું આયોજન તેઓ દ્વારા કરવામાં આવશે તેવી સહમતી આપી હતી અને ૨૦૨૩ ની ૧ ઓક્ટોબર ના રોજ રામકથા શરૂ કરવાનુ નક્કી થયું હતું.જેને લઇને હવે રામકથા માટે તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે અને આ તૈયારીઓના ભાગરૂપે આજે વિવિધ સમિતિઓ ની રચના કરવામાં આવી હતી.આ તકે સાંસદ મોહનભાઈ કુંડારિયા, કબીર આશ્રમના મહંત શિવરામદાસ બાપુ અને ટંકારાના ધારાસભ્ય દુર્લભજી ભાઈ દેથરિયા અને ,તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદ ભાઈ વાંસદડિયા, મોરબીના યુવા અગ્રણી અજયભાઈ લોરિયા તેમજ નગરપાલિકાના પૂર્વ ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા,પૂર્વ કાઉન્સિલર દેવાભાઇ અવાડીયા તેમજ યુવા ભાજપના અધ્યક્ષ વિશાલભાઈ ઘોડાસરા,રાકેશભાઈ કાવર,ગોવિંદભાઈ ઘોડાસરા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.