Tuesday, November 19, 2024
HomeGujarat"સોનાના દાગીના બનાવવા નમૂનાની જરૂર છે" તેમ કહી નવ તોલા સોનું ઓળવીજનાર...

“સોનાના દાગીના બનાવવા નમૂનાની જરૂર છે” તેમ કહી નવ તોલા સોનું ઓળવીજનાર ઈસમ વિરુધ્ધ નોંધાઈ ફરિયાદ

પીપરડી ગામે રહેતા પરણિતાને વિશ્વાસમાં લઈ ઈસમે દોઢ મહિના દરમિયાન અલગ અલગ દિવસે એક સોનાનો હાર, એક સોનાનો દોરો, કાનમાં પહેરવાના ઇયરીંગની સોનાની એક જોડી, કાનમાં પહેરવાની તુટેલી સોનાની કડી એક, કાનમાં પહેરવાની સોનાની બુટી એક જોડી એમ આશરે 9 તોલા જેટલા સોનાના દાગીના લઇ જઈ પરણિતાના દીકરા સાથે ભાણેજની સગાઈ કરાવવાનું કહી અન્ય જગ્યાએ સગાઈ કરાવી દાગીના પરત નહિ આપતા સમગ્ર મામલે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી મુજબ, પીપરડી ગામે રહેતા ગફારભાઇ આહમદભાઇ ચારોલીયાના રહેણાંક મકાને આરોપી તમાચીભાઇ હાજીભાઇ વીકીયાએ છેલ્લા દોઢ મહીનામાં અલગ અલગ દીવસ દરમિયાન ફરીયાદીના પત્નીને વચન અને વીશ્વાસ આપી સોનાના દાગીના બનાવવા માટે નમુનાની જરૂર હોય તેમ કહી એક સોનાનો હાર, એક સોનાનો દોરો, કાનમાં પહેરવાના ઇયરીંગની સોનાની એક જોડી, કાનમાં પહેરવાની તુટેલી સોનાની એક કડી, કાનમાં પહેરવાની સોનાની બુટી એક જોડી એમ આશરે 9 તોલા જેટલા સોનાના દાગીના લઇ જઇ તથા સાહેદ ફતેમામદભાઇ બાદીના દીકરા સાથે પોતાની ભાણેજની સગાઇ કરાવવાનો વચન વીશ્વાસ આપી રોકડા રૂ.75,000 /- તથા એક સોનાનો નાકનો દાણો 140 મીલીગ્રામનો તથા ચાંદીની પગની ઝાંઝરી 50 ગ્રામ તથા માથે ઓઢવાની ચુંદડી તથા એક જોડી કપડા લઇ જઇ સગાઇ બીજી જગ્યાએ કરાવી દઇ આજ દીવસ સુધી રોકડા રૂપીયા કે સોના ચાંદીના દાગીના ફરીયાદી કે સાહેદને પાછા નહીં આપી છેતરપીંડી વીશ્વાસઘાત કરતા સમગ્ર મામલે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!