મોરબી જિલ્લા પોલીસ દ્વારા મોરબી જીલ્લામાં શ્રાવણ માસ દરમ્યાન ગેર કાયદેસર રીતે ચાલતી પ્રોહિજુગારની પ્રવૃતિ અંકુશમાં લાવવા ખાસ ઝુમ્બેશનું આયોજન કરવામાં આવ્યું હોય જે અન્વયે કામગીરી કરતા દરમિયાન મોરબી જિલ્લા પોલીસે ગઈકાલે છ સ્થળોએ રેઇડ કરી કુલ ૨૦ જુગારીઓને પકડી પાડ્યા છે.
પ્રથમ દરોડામાં, મોરબી સીટી એ ડિવીઝન પોલીસની ટીમ દ્વારા લીલાપર રોડ ઉપર રામાપીરના મંદીર પાછળ ગીરનારી આશ્રમની બાજુમા નગર દરવાજા પાસે જુગારની રેઈડ કરવામાં આવી હતી અને સ્થળ પરથી સંજયભાઇ નાગજીભાઇ દેગામા, રણજીતભાઇ નાગજીભાઇ દેગામા નામના શખ્સોને ગંજીપતાના પાનાવતી તીનપતીનો પૈસાની હારજીતનો જુગાર રમતા કુલ રોકડ રૂ.૨૯,૫૦૦/- ના મુદામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
જયારે બીજા દરોડામાં, મોરબી સીટી બી ડિવીઝન પોલીસની ટીમ દ્વારા ભીમસર વેજીટેબલ રોડ મગનભાઈના મકાનની બાજુમા શેરીમા બાતમીનાં આધારે રેઈડ કરવામાં આવી હતી અને સ્થળ પરથી જુગાર રમતા ભરતભાઈ મગનભાઈ દેલવાણીયા, શેલેષભાઈ મગનભાઈ દેલવાણીયા, ઠાકરશીભાઈ મગનભાઈ દેલવાણીયા તથા રણછોડભાઈ મગનભાઈ દેલવાણીયા નામના શખ્સોને કુલ રૂ.૪૧૦૦ /- સાથે પકડી પાડવામાં આવ્યા હતા.
ત્રીજા દરોડામાં, મોરબી તાલુકા પોલીસ દ્વારા બાતમીના આધારે ભડીયાદ ઢોરે ચામુંડા કિરાણા નામની બંધ દુકાનની સામે શેરીમા ઇલેકટ્રીક લાઇટના અજવાળે જુગાર રમતા પ્રભુભાઇ લાભુભાઇ રૂદાતલા, સંજયભાઇ કેસુભાઇ ઝંઝવાડીયા, પ્રવિણભાઇ મનુભાઇ ચાવડા, નરેશભાઇ ઉર્ફે કાનો રમેશભાઇ લાલુકીયા તથા જયેન્દ્રસિંહ ઉર્ફે જયુભા પચાણજી ઝાલા નામના શખ્સોને રોકડા રૂ.૧૬,૨૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડવામાં આવ્યા હતા.
ચોથા દરોડામાં, વાંકાનેર સીટી પોલીસની ટીમ દ્વારા સીટી સ્ટેશન રોડ ઉપર સ્ટ્રીટ લાઇટના અજવાળે જુગાર રમતા હુશેનભાઇ રાયબભાઇ કટીયા, જુમાભાઇ સલેમાનભાઇ રફાઇ તથા સલીમભાઇ દાઉદભાઇ નામના શખ્સોને પકડી પાડવામાં આવ્યા હતા. અને તેમની પાસેથી રોકડા રૂ.૧૦,૨૪૦/- નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.
પાંચમા દરોડામાં, વાંકાનેર તાલુકા પોલીસની ટીમને બાતમી મળી હતી કે, દલડી ગામે રેલ્વે સ્ટેશન સામે રોડ ઉપર આવતા સટ્રીટ લાઇટના અજવાળે અમુક શખ્સો જુગાર રમી રહ્યા છે. જે હકીકતનાં આધારે પોલીસે સ્થળ પર રેઈડ કરી જયેશભાઇ રઘુભાઇ ચૌહાણ તથા મહેબુબભાઇ રસુલભાઇ ખોરજીયા નામના શખ્સોને રોકડા રૂપીયા-૭૬૫૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડ્યા હતા.
જયારે છઠ્ઠા દરોડામાં, ટંકારા પોલીસ દ્વારા નસીતપર ગામે થી સ્મશાન તરફ જવાના માર્ગે આવેલ બાવળની કાટમા જુગાર રમતા ફારૂક ગુલામહુસૈન મકરાણી, રજાક સલીમભાઈ મકરાણી, અસ્લમ આમદભાઈ મકરાણી તથા કાસમ આમદભાઈ મકરાણી નામના શખ્સોને પકડી પાડવામાં આવ્યા હતા અને તેમની પાસેથી રોકડા રૂપીયા ૨૧,૭૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.