મોરબીમાં આપઘાત અને અકસ્માતોના બનાવો વધી રહ્યા છે. ત્યારે ગઈકાલે એક જ દિવસમાં ત્રણ અકાળે મોતનાં બનાવો પોલીસ ચોપડે નોંધાતા ખળભળાટ મચી જવા પામ્યો છે.
પ્રથમ બનાવમાં, મોરબીના રંગપર ગામની સીમમા આવેલ ગોપાલભાઇ કલ્યાણજીભાઇ મોરડીયાની વાડીએ રહેતા મૂળ એમ.પી.નાં પંકજભાઇ તોલીયાભાઇ આમલીયા નામનો યુવક પોતાના હવાલાવાળુ ટ્રેક્ટર લઇને રંગપરથી જિવાપર જતા હોય દરમ્યાન આકસ્મિક રીતે ટ્રેક્ટર રોડ પરથી ઉત્તરી જતા ટ્રેક્ટર પલ્ટી ખાઇ જતા ટ્રેક્ટર નીચે દબાઇ જતા શરીરના અંદરના ભાગે ગંભીર ઇજા થતા મરણ જતા મોરબી સરકારી હોસ્પિટલ ખાતે મૃતદેહને ખસેડવામાં આવતા ફરજ પરના ડોક્ટરે યુવકને મૃત જાહેર કરી સમગ્ર મામલે અકાળે મોતની નોંધ કરાવી છે.
બીજા બનાવમાં, મોરબીના હરિપર કેરાળા ગામે આવેલ વ્રજપેક સીરામિક ખાતે રહેતા પ્રવેશભાઈ અમોભાઈ સોર નામના કિશોરનું ગઈકાલે વ્રજપેક સીરામિકમા પુઠાના ઢગલામા દબાઈ જતા તેને તાત્કાલિક મોરબી સરકારી હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડવામાં આવેલ હોય જ્યાં ફરજ પરના ડોક્ટરે કિશોરને મૃત જાહેર કરી સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં અકાળે મોતની નોંધ કરાવી છે.
ત્રીજા બનાવમાં, મોરબીના મીટકો કારખાનાના લેબર ક્વાર્ટરમા રૂમ નં-૦૫ જુના રફાળેશ્વર રોડ ખાતે રહેતા પરમીલા ધનસિંગધનસિંગ ભાભર નામના કિશોરીને તેની માતાએ રસોઇ બનાવવા માટે મદદ કરવાનુ કહેતા કિશોરીએ ગુસ્સામા આવીને ના પાડતા જે બાબતે કિશોરીને મનમા લાગી આવતા કિશોરીએ પોતાની જાતે ગળો ફાસો ખાઇ લેતા તેને તાત્કાલિક મોરબી સરકારી હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડવામાં આવેલ હોય જ્યાં ફરજ પરના ડોક્ટરે કિશોરીને મૃત જાહેર કરી સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં અકાળે મોતની નોંધ કરાવી છે.