રાજકોટ રેન્જ આઇ.જી અશોક કુમાર તથા મોરબી જિલ્લા એસ.પી. રાહુલ ત્રિપાઠીએ મોરબી જીલ્લામાં ગેર કાયદેસર રીતે ચાલતી પ્રોહિબિશન જુગારની પ્રવૃતિ અંકુશમાં લાવવા સારૂ મોરબી એલ.સી.બી. પી.આઈ ડી.એમ. ઢોલને સુચના આપતા તેઓના માર્ગદર્શન હેઠળ મોરબી એલ.સી.બી. પી.એસ.આઇ. કે.એચ. ભોચીયા તથા એલ.સી.બી.તથા પેરોલ ફર્લો સ્કવોડ મોરબીના સ્ટાફના માણસો ઉપરોકત કામગીરી માટે પ્રયત્નશીલ હતા. દરમ્યાન તેઓએ રાતાભેર ગામે પ્લોટ વિસ્તારમાં ઓરડીમાંથી જુગાર રમતા ૦૮ ઇસમોને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, મોરબી એલ.સી.બી. ટીમને પેટ્રોલિંગ દરમિયાન હકીકત મળેલ કે, ધનુબેન ધીરૂભાઇ રજપૂત (રહે રાતાભેર તા. હળવદ) રાતાભેર ગામના પાદરમાં પ્લોટ વિસ્તારમાં પોતાના કબ્જા ભોગવટા વાળા વાડામાં નળીયા તથા પતરા વાળી ઓરડીઓ બનાવેલ હોય જેમાં ગડદા તેની ઉપર પતરા વાળી ઓરડીમાં બહારથી માણસો બોલાવી ગેર કાયદેસર રીતે ગંજીપતા વડે પૈસાની હારજીતનો તીન પતીનો રોન પોલીસનો જુગાર રમી રમાડી સાધન સગવડ પુરી પાડી તેની અવેજમાં પોતાના અંગત ફાયદા સારૂ નાલ ઉઘરાવી જુગારનો અખાડો ચલાવે છે. જે હકિકત આધારે રાતાભેર ગામે પ્લોટ વિસ્તારમાં આવેલ ઓરડીમાં રેઇડ કરતા ધનુબેન ધીરૂભાઇ પરમાર, જયોત્સનાબેન જયતિભાઇ માલકિયા, રવિભાઇ વિનોદભાઇ ઇન્દરીયા, ધનજીભાઇ કાળુભાઇ કોલદરા, દેવરાજભાઇ ભવાનભાઇ કુણપરા તથા જીવણભાઇ મનજીભાઇ સોલંકી નામના ઈસમો જુગાર રમતા હોય જયારે વિજયભાઇ ખોડાભાઇ કુણપરા તથા વિનોદભાઇ મેરાભાઇ પરાઢીયા રેઇડ દરમ્યાન નાશી ભાગી ગયેલ હોય જયારે પકડાયેલ આરોપીઓ પાસેથી પોલીસે રોકડ રૂ.૧,૦૯,૫૦૦/- નો મુદામાલ મળી આવતા તમામ ઇસમો વિરૂધ્ધ જુગાર ધારા કલમ-૪,૫ મુજબ હળવદ પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવેલ છે.