મોરબી જીલ્લામાં છેલ્લા બે દિવસથી રેન્જ આઈજી સંદીપ સિંહ મોરબી ખાતે જીલ્લાની ક્રાઈમ અને કોવિડ 19 અંતર્ગત કામગીરીઓની સમીક્ષા કરી રહ્યા છે સાથે સાથે આજે એટલે કે અંતિમ દિવસે રેન્જ આઈજી સંદીપ સિંઘ દ્વારા મોરબી જીલ્લાનાં વાર્ષિક ઈન્સ્પેકશનમાં કરવામાં આવ્યું હતું જેમાં પોલીસ દ્વારા કરવામાં આવતી દારૂ જુગારની બડીઓ અને ક્રાઈમ તેમજ પોલીસ સ્ટાફની સમીક્ષા કરી હતી.
બપોર બાદ તમામ કામગીરી પૂર્ણ થયા બાદ રેન્જ આઈજી સંદીપ સિંઘનાવરદ હસ્તે મોરબી સીટી પોલીસ લાઈન કમ્પાઉન્ડમાં બનાવવામાં આવેલ જીલ્લા સી.પી.સી. (પોલીસ) કેન્ટીનનાં બિલ્ડિંગનું તેમજ મોરબી શનાળા રોડ ઉપર માર્કેટીંગ યાર્ડ સામે બનાવવામાં આવેલ શનાળા પોલીસ ચોકીનાં બિલ્ડિંગનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું જે પ્રસંગે પોલીસ અધિક્ષક એસ.આર.ઓદેદરા, પ્રો.આઈ.પી.એસ. એમ.આર.ગુપ્તા, નાયબ પોલીસ અધિક્ષક રાધીકા ભારાઈ મોરબી વિભાગ, નાયબ પોલીસ અધિક્ષક એમ.આઈ.પઠાણ મુખ્ય મથક મોરબીનાં તથા જીલ્લાનાં તમામ અધિકારીઓ હાજર રહ્યા હતા સાથે જ રેન્જ આઈજી સંદીપ સિંઘે કાયદો અને વ્યવસ્થા તોડનાર સામે કડક કાર્યવાહી કરવાની સૂચનાઓ પણ આપી હતી