મોરબીના એલ.ઈ. કોલેજ મેદાન ખાતે મહિલા અને બાળ વિકાસ વિભાગ હેઠળના તાબા હેઠળનું ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લી. મહિલાઓનાં સશક્તિકરણ માટે કાર્યરત છે. જે અંતર્ગત મહિલા હસ્તકલા કારીગરો દ્વારા ઉત્પાદિત અને નિર્મિત ચીજવસ્તુઓના વેચાણ અર્થે ‘જન્માષ્ટમી મેળો-૨૦૨૩’નું આયોજન કરવામાં આવ્યું છે.
મળતી માહિતી અનુસાર, મોરબીના એલ.ઈ. કોલેજ મેદાન ખાતે મહિલા હસ્તકલા કારીગરો દ્વારા ઉત્પાદિત અને નિર્મિત ચીજવસ્તુઓ જેવી કે, રોજ બરોજના વપરાશમાં ઉપયોગી તેમજ ઘર સુશોભનની ઉત્કૃષ્ટ ચીજવસ્તુઓ તથા અવનવી વસ્તુઓના વેચાણ અર્થે “જન્માષ્ટમી મેળો-૨૦૨૩” મેળાનું આયોજન તા.૦૫/૦૯/૨૦૨૩ થી તા.૧૪/૦૯/૨૦૨૩ સુધી કરવામાં આવ્યું છે. આ મેળામાં ૬૦ મહિલા કારીગરો ભાગ લેનાર છે. આ ૧૦ દિનના પ્રદર્શન સહ વેચાણ મેળામાં સહ પરિવાર મુલાકાત લેવા તથા મહિલા કારીગર મહિલાઓને પ્રોત્સાહન મળે તે હેતુથી અવનવી ચીજવસ્તોઓની ખરીદી કરવા ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લી. દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.