મોરબીના એક વેપારીના પેટ્રોલ પંપ પાસે સર્વીસ રોડથી આગળ ઈસમોએ સરકારી ખરાબાની જમીનમા હોટલ, વે-બ્રીજ તથા રેતીના ઠગલા કરી જમીનનુ દબાણ કરેલ હોય જે બાબતે વેપારીએ કલેક્ટર ઓફીસ તથા મુખ્યમંત્રી કાર્યાલય ગાંધીનગર ખાતે અરજી કરેલ હોય જેનો ખાર રાખી ત્રણ ઈસમોએ વેપારી પાર હુમલો કરી હાથ પગ ભાંગી નાખી ભડાકે દઇ જાનથી મારી નાખવાની ધમકી આપતા સમગ્ર મામલે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં ગુન્હો દાખલ કરાયો છે.
મળતી માહિતી અનુસાર, રાજકોટના કોસ્મો પ્રાઇડ સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે રહેતા અમીતભાઇ જંયતીલાલ માંકડીયાના પેટ્રોલ પંપ પાસે સર્વીસ રોડથી આગળ આરોપી મનદીપસિંહ ઝાલા (જાબુડીયા અશ્વમેઘ હોટલવાળા)એ સરકારી ખરાબાની જમીનમા હોટલ, વે-બ્રીજ તથા રેતીના ઠગલા કરી જમીનનુ દબાણ કરેલ હોય જે બાબતે અગાઉ ફરીયાદીએ કલેક્ટર ઓફીસ મોરબી તથા મુખ્યમંત્રી કાર્યાલય ગાંધીનગર ખાતે અરજી કરેલ હોય જેનો ખાર રાખી આરોપીએ ગત તા.૦૧/૦૯/૨૦૨૩ના રોજ રાત્રીના સમયે વધાસીયા ટોલનાકાથી વાંકાનેર તરફ સર્વીસ રોડ પાસે માલધારી હોટલ સામે સફેદ કલરની વેગન-આર કારમા આવી નીચે ઉતરી લાકડી વતી ફરિયાદીની GJ-36-L-5343 નંબરની ટોયટા ગ્લાન્ઝા કારનો આગળનો કાચ તોડી નાખી નુકશાની કરી લાકડી વતી બન્ને હાથે ફેકચર જેવી ઇજા કરી તેમજ એક અજાણ્યા માણસે ફરિયાદીને પાછળથી બથ ભરી પકડી રાખી અને આરોપીએ જમણા પગે નળાના ભાગે લાકડી વતી ફેકચર જેવી ગંભીર ઇજા કરી તેમજ બીજા અજાણ્યા માણસે લાકડી વતી ફરીયાદીને માર મારી ડાબા પગે નળાના ભાગે ફેકચર જેવી ગંભીર ઇજા કરી ત્રણેય આરોપીઓએ ભડાકે દઇ જાનથી મારી નાખવાની ધમકી આપી જેમ ફાવે તેમ ગાળો આપી ઢીકા પાટુનો મુઢમાર મારતા સમગ્ર મામલે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે.