શિક્ષકોને આદર આપવા માટે દર વર્ષે 5 સપ્ટેમ્બરના રોજ દેશમાં શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે હડમતિયા ગામની કુમાર શાળા, કન્યા તાલુકા શાળા તેમજ એમ.એમ. ગાંધી વિધાલયમાં શિક્ષક દિવસની હર્સોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. સ્કૂલના વિદ્યાર્થીઓએ સંપૂર્ણ શાળાનું એક દિવસ સંચાલન કરીને સ્કૂલ ચલાવી હતી.
શિક્ષક, વિદ્વાન અને ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ અને બીજા રાષ્ટ્રપતિ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મજયંતિ સમગ્ર દેશ શિક્ષક દિવસ તરીકે ઉત્સાહથી ઉજવી રહ્યો છે. ત્યારે હડમતિયા કન્યા તાલુકા શાળા તેમજ કુમાર શાળામાં ઉજવણી કરવામાં આવી હતી. જેમાં દર વર્ષની જેમ ધોરણ ૮ ના બાળકો દ્વારા સમગ્ર શાળાનું સંચાલન કરવામાં આવ્યું હતું. ખાખરિયા આદિત્યએ શાળાનું સુકાન સંભાળ્યું હતું. બધા જ નવા શિક્ષકોને અલગ અલગ વર્ગ અને વિષય સોંપવામાં આવ્યા હતાં. શાળાના તમામ વિદ્યાર્થીઓ અને શિક્ષકો ઉત્સાહિત જોવા મળ્યા હતા. આ પ્રસંગે કન્યા તાલુકા શાળાના આચાર્ય નિલેશભાઈ સિણોજીયા, કુમાર શાળાના આચાર્ય નરેન્દ્રભાઈ ધાનજા અને માધ્યમિક શાળાના આચાર્ય ધનશ્યામભાઈ અઘારા તેમજ શિક્ષકગણ હાજર રહ્યા હતા.