મોરબી નગરપાલિકાનાં પૂર્વ મહિલા કાઉન્સીલર તથા મોરબી નગરપાલીકાના ઝોન-૧ ના ઇન્ચાર્જને ભાજપના પૂર્વ કોર્પોરેટરે જુની ચુંટણીનો ખાર રાખી જતી પ્રત્યે હડધુત કરતા સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. ત્યારે આ ફરિયાદને કોંગ્રેસ દ્વારા ખોટો ગણાવી અને કોંગી આગેવાનને દબાવવામાં આવી રહ્યો કરવામાં આવ્યો હતો. જે બાદ હવે આજે મોરબી જીલ્લા કોંગ્રેસ સમિતી દ્વારા મોરબી જિલ્લા એસપી રાહુલ ત્રિપાઠીને આવેદન પાઠવી મોરબી જીલ્લા કોંગ્રેસના આગ્રવાનો પ્રજાના પ્રશ્નો અને ભ્રષ્ટાચાર બાબતે રજૂઆત કરતાં હોય ત્યારે તેની સામે ખોટી ફરિયાદો થતી હોય તે બાબતે, નિષ્પક્ષ તટસ્થ તપાસ કરવા માંગ કરવામાં આવી હતી.
મોરબી જીલ્લા કોંગ્રેસ સમિતી દ્વારા મોરબી જિલ્લા એસ.પી. રાહુલ ત્રિપાઠીને પાઠવવામાં આવેલ આવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે, મોરબી જીલ્લામાં કોંગ્રેસ પક્ષના કાર્યકરો આગેવાનો પ્રજાના પ્રશ્નો સમજી વિચારીને પ્રજાના પ્રશ્નોનું નિરાકરણ આવે તે માટે જે તે વિભાગોમાં રજૂઆત કરતાં હોય. પરંતુ ઘણીવખત સત્તાપક્ષ અને તેના સદસ્યોના અંગત હિતને નુકશાન થતું હોય તેવું લાગે એટલે તેઓ સત્તાનો દૂરઉપયોગ કરી કોંગ્રેસ કાર્યકરો વિરુદ્ધ મનઘડંત આક્ષેપો કરી ફરિયાદો નોંધાવે છે. ત્યારે મોરબી જીલ્લા કોંગ્રેસ સમિતીની રજૂઆત એ છે કે, કોંગ્રેસ પક્ષના કોઈ આગેવાન કે કાર્યકર સામે સતા પક્ષના લોકો ખોટી ફરિયાદ નોંધાવે ત્યારે સતા પક્ષના દબાણમાં આવ્યા વગર નિષ્પક્ષ તટસ્થ તપાસ કરવી જરૂરી બને છે. મોરબી જીલ્લામાં કોંગ્રેસ પક્ષના આગેવાનો પ્રજાના પ્રશ્નો જેવા કે, હળવદ મુકામે જી.ઇ.બી ને રજૂઆત કરતાં, જી.ઇ.બી. ના કર્મચારીને હાથ્થો બનાવીને ખોટી ફરિયાદ દાખલ કરાવેલ, તેવી જ રીતે હાલ મોરબી શહેરના કોંગ્રેસના આગેવાને મોરબી નગરપાલિકાના કર્મચારી દ્વારા સફાઈ કર્મચારી પાસે મંગેલી લાંચ બાબતે ફરિયાદ કરતાં ભાજપના માજી મહિલા સદસ્યતા ધારી પક્ષનો દૂર ઉપયોગ, કાયદાનો ગેર ઉપયોગ કરી ફરિયાદ નોંધાવેલી, ત્યારે કોંગ્રેસ પક્ષની માંગ છે કે, આ ફરિયાદની નિષ્પક્ષ તપાસ કરવામાં આવે.