આવતી કાલે જન્માષ્ટમી પર્વ નિમિત્તે સવારે ટંકારા શહેરના રાજમાર્ગો ઉપર શોભાયાત્રા યોજાશે.ભગવાનશ્રી કૃષ્ણના અવતરણ દિવસ ને વધાવવા લોકોમાં અનેરો ઉત્સાહ
ટંકારા શહેરના રાજમાર્ગો પર નંદ ધેર આનંદ ભયોના ગગનભેદી નારા સાથે જન્માષ્ટમી મહોત્સવની ઉજવણી કરવામાં આવશે. ભગવાનશ્રી કૃષ્ણના પ્રાગટય દિનને વધાવવા લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શહેરના રાજમાર્ગો શુશોભન તથા યુવાચોક અને દેરીનાકા આકર્ષક પ્લોટ યુવાનો દ્વારા કરવામાં આવ્યા છે.
ટંકારામાં આવતી કાલે 7 સપ્ટેમ્બરના રોજ જન્માષ્ટમીના પાવન પર્વની ધર્મોલ્લાસ સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવશે. જેમાં ભવ્ય શૉભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જન્માષ્ટમીની શોભાયાત્રા શહેરના રાજમાર્ગો પર ફરશે. ઉપરાંત અનેક મટકી ફોડ કાર્યક્રમ યોજાશે. ટંકારા શહેરને ગોકુળિયુ કરી કેસરીયા વાધા ધારણ કર્યા છે.
સવારે 9 વાગ્યે દેરીનાકા ફુલિયા હનુમાનજી મંદિર પાસેથી શોભાયાત્રા નીકળી દયાનંદ ચોકમાં ઉપર આવશે જ્યા રાસની રમઝટ બાદ રાજબાઇ ચોકે મટકીફોડ યોજાશે ત્યાર બાદ મેઈન બજાર, મોચીબજાર માથી ખઠવાળી શેરીથી, યુવાચોક જ્યા આબેહુબ કલાત્મક કેદારનાથ મંદીર તૈયાર કરવામાં આવ્યુ છે અહી પણ મટકીફોડ થશે અહીથી ઉગમણાનાકા ખાતે નદધેર આનંદની ગગનભેદી જયઘોષ કરી લોવાસ ખાતે મટકીફોડ કરવામાં આવશે અને પછી રાજાધિરાજ શ્રી લક્ષ્મી નારાયણ મંદિરે પહોંચશે દર્શન બાદ શોભાયાત્રા જૈન દેરાસર પાસેથી દેરીનાકે ધણચોક ખાતે પહોચી મટકીફોડ કરી શોભાયાત્રા પુર્ણ થશે. જન્માષ્ટમી મહોત્સવની ઉજવણી પગલે નગરજનોમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે. મચ્છોમાં મિત્ર મંડળના નેજા હેઠળ શોભાયાત્રામાં આર્ય સમાજ ગુરૂકુલ બ્રહ્મચારી સહિતના તાલુકાના નાંમકિત અધિકારીઓ રાજકીય અગ્રણીઓ અને મોટી સંખ્યામાં નગરજનો હાજર રહશે. રાત્રે બાર વાગ્યાના ટકોરે શ્રી લક્ષ્મીનારાયણ મંદિર ખાતે મહોત્સવની ઉજવણી આરતી અને નંદમહોત્સવ ઉજવણી કરવામાં આવશે.